કેદારનાથ ધામના કપાટ રવિવારે બંધ થશે :આ વર્ષે 16 લાખથી વધુ યાત્રીઓએ કર્યા બાબા કેદારના દર્શન
છેલ્લા 6 દિવસમાં 99 હજાર યાત્રીઓએ કેદારનાથ પહોંચીને ભોલે બાબાના આશીર્વાદ લીધા

નવી દિલ્હી :ભાઈબીજના તહેવાર સાથે રવિવારે કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. અત્યાર સુધીમાં કેદારનાથન મુલાકાત લેનાર યાત્રીની સંખ્યા 16 લાખને પાર થઈ ગયો છે.
છેલ્લા 6 દિવસમાં 99 હજાર યાત્રીઓએ કેદારનાથ પહોંચીને ભોલે બાબાના આશીર્વાદ લીધા છે. ગયા સપ્તાહથી દરરોજ 13 હજારથી 20 હજાર જેટલા યાત્રી અહીં પહોંચી રહ્યા છે.
ચારધામમાં સમાવેશ ધરાવતા કેદારનાથ મંદિરના કપાટ 10 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.યાત્રાની શરૂઆતથી જ કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી.
બે મહિનાથી મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ જુલાઈ મહિનાથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો. જે પછી 31મી જુલાઈના રોજ થયેલી દુર્ઘટનાને કારણે કેદારનાથ ફૂટપાથ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જતાં યાત્રાને અસ્થાયી રૂપે રોકવી પડી હતી.
કેદારનાથ પગયાત્રાનો માર્ગ નુકસાનગ્રસ્ત સ્થળો પર બે મીટર પહોળો કરવામાં આવ્યો.
ક્ષતિગ્રસ્ત સ્થળોએ કેદારનાથ ફૂટપાથને લગભગ બે મીટર પહોળો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરના અંત પછી મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. છેલ્લા ત્રણ સપ્તાહથી દરરોજ 13 થી 20 હજાર યાત્રિકો દર્શન માટે આવી રહ્યા છે.
આ વર્ષે 31મી ઓક્ટોબર સુધી 16,02,144 શ્રદ્ધાળુએ બાબા કેદારના દર્શન કર્યા છે. હેલી સેવા દ્વારા 1.26 લાખથી વધુ મુસાફરોએ બાબા કેદારના દર્શન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
