તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 2nd November 2024
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી : જુઓ અન્નકૂટ દર્શનની દિવ્ય તસવીરો
મંદિર પરિસરમાં ભક્તોએ ચારેય તરફ દીપ પ્રગટાવ્યા અને પરિસરને રંગોળી તેમજ ફૂલોથી સજાવવામાં આવ્યું

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ દરિયાન ભગવાને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
મંદિર પરિસરમાં ભક્તોએ ચારેય તરફ દીપ પ્રગટાવ્યા હતા અને પરિસરને રંગોળી તેમજ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.
મંદિરના સાત શિખરો નીચે સ્થાપિત શિવ પરિવાર, રામ પંચાયતન, વ્યંકટેશ પદ્માવતી, રાધા કૃષ્ણ, ઐયપ્પાસ્વામી અને અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
દિવાળી નિમિત્તે મંદિરમાં ચોપડા પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
UAE સહિત અન્ય અખાતી દેશોમાંથી ભારતીય મૂળના લોકો દિવાળીના પર્વ માટે ખાસ અબુ ધાબીની મુલાકાતે આવ્યા હતા. અબુ ધાબી બીએપીએસ મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયા હતા
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
