News of Sunday, 3rd November 2024
શીતકાળ માટે બંધ થયા બાબા કેદારનાથના કપાટ, છ મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વરથી થશે દર્શન
હાલ બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.

નવી દિલ્હીઃ કેદારનાથ ધામના કપાટ આજે બંધ થઈ જશે. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી રહી છે. કપાટ બંધ કરવાનો સમય સવારે 8.30 છે. હવે કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાં જ દર્શન આપશે. ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત ચાર ધામ, પંચ કેદાર અને પંચ બદ્રીના કપાટને શિયાળા માટે શનિવારથી બંધ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી ધામના કપાટ 2 નવેમ્બરના રોજ 12.14 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ આજે એટલે કે 3 નવેમ્બરે બંધ કરી દેવામાં આવશે.
કપાટ બંધ કરતા પહેલા, તેમને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. બીજા દિવસે 4 નવેમ્બરે ત્રીજા કેદાર, તુંગનાથના કપાટ પણ બંધ થઈ જશે. બદ્રીનાથ ધામના કપાટ શીતકાળ માટે 17 નવેમ્બરે અને મદમહેશ્વરના કપાટ 20 નવેમ્બરે બંધ કરવામાં આવશે.
આજે, અભિજીત મુહૂર્ત દરમિયાન, કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. આજે ભાઈબીજ નિમિત્તે સવારે 8.30 કલાકે ધામના કપાટ બંધ કરવામાં આવશે. બાબા કેદારનાથ ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા ગત મંગળવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી. શીતકાળ માટે ધામમાં આવેલા ભાણકુઠ ભૈરવનાથના કપાટ સૌથી પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે આ વર્ષે કેદારનાથ ધામમાં સૌથી વધુ સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ચોમાસાની ઋતુમાં પણ શ્રદ્ધાળુઓની આસ્થા ડગી ન હતી અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. 31 ઓક્ટોબર સુધીમાં, કેદારનાથ ધામમાં ભક્તોની સંખ્યા 1602144 પર પહોંચી ગઈ છે અને કપાટ બંધ થવાના અવસર પર પણ મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથમાં હોવાની અપેક્ષા છે. છેલ્લા 6 દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. યમુનોત્રી ધામના કપાટ પણ આજે જ બંધ થશે. આજે દ્વાર બંધ થવાના અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાઈબીજના દિવસે કપાટ બંધ કરી દેવામાં આવે છે. પંચમુખી મૂર્તિને ચલ વિગ્રહ ડોલીમાં રાખવામાં આવશે. ચલ વિગ્રહ ડોલી ઉખીમઠના ઓમકારેશ્વર પહોંચશે. આજે ગૌરીકુંડ, સોનપ્રયાગ થઈને ડોલી રામપુર પહોંચશે. 5 નવેમ્બરે ઓમકારેશ્વરમાં કેદારનાથ વિરાજમાન થશે. કેદારનાથ આખા શિયાળા દરમિયાન અહીં વિરાજમાન રહે છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
