<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પાસે ચાલતી ટ્રેનમાં વિસ્ફોટઃ લોકોએ જીવન બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા

હાવડા મેલના જનરલ ડબ્બામાં શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે આસપાસ બ્લાસ્ટ થયો હતો.

નવી દિલ્‍હીઃ  પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પાસે શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે એક ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. અમૃતસરથી ચાલતી હાવડા મેલના જનરલ ડબ્બામાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ ડોલમાં રાખવામાં આવેલા ફટાકડાને કારણે થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લગભગ 20 મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
ઘાયલોની ઓળખ અજય કુમાર અને તેની પત્ની સંગીતા કુમારી, ભોજપુર પીરુ બિહારના રહેવાસી, ઉત્તર પ્રદેશના આશુતોષ પાલ અને નવાદા બજાર બિહારના રહેવાસી સોનુ કુમાર તરીકે થઈ છે. ઘાયલોને ફતેહગઢ સાહિબની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જીઆરપી અને આરપીએફએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
વિસ્ફોટ સાંભળીને ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલા આશુતોષ પાલના ભાઈ રાકેશ પાલે જણાવ્યુ કે, તે સૂઈ રહ્યો હતો અને અચાનક વિસ્ફોટ થયો. જેના કારણે તે ડરી ગયો અને ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયો હતો. અજય અને તેની પત્ની સંગીતાએ જણાવ્યું કે, તેઓ છઠ પૂજા માટે બિહારમાં તેમના ઘરે જઈ રહ્યા હતા. તે ફગવાડા સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યા હતા.
આશુતોષે જણાવ્યું કે તે અમૃતસર સ્ટેશનથી ટ્રેનમાં બેઠો હતો. ઈજાગ્રસ્ત સોનુ કુમારે જણાવ્યું કે તેણે જલંધર સ્ટેશનથી હાવડા મેલ પકડી હતી. લગભગ 10.30 વાગ્યે ટ્રેનમાં વિસ્ફોટ થયો અને ટ્રેન 11.00 વાગ્યે રવાના થઈ હતી.
જીઆરપીના ડીએસપી જગમોહન સિંહે કહ્યું કે, તમામ ઇજાગ્રસ્ત મુસાફરોની હાલત ઠીક છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેનમાં એક ડોલ પડી હતી જેમાં ફટાકડા હતા. તેમાં અચાનક આગ લાગી અને વિસ્ફોટ થયો. આ ડોલ કયા મુસાફરની છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ કરી રહી છે.

(11:46 AM IST)