તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
યોગી આદિત્યનાથ ને જાનથી મારી નાખવાની ધમકી મળીઃ 10 દિવસમાં રાજીનામું નહીં તો તેમનાં હાલ બાબા સિદ્દીકી જેવા થશે

મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન કોલ આવતા ખળભળાટ મચીઃ યુપી પોલીસે અલગ-અલગ જગ્યાએથી ધમકી આપનારાઓની ધરપકડ કરી
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઈ કાલે શનિવારે સાંજે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન કોલ આવતા ખળભળાટ મચી ગયો છે. ફોન કરનાર શખ્સે જણાવ્યું કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમનાં હાલ બાબા સિદ્દીકી જેવા થશે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ફોન કરનાર શખ્સની શોધખોળ ચાલી રહી છે.
આ વર્ષે અગાઉ પણ ઘણી વખત મુખ્ય પ્રધાન આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. યુપી પોલીસે અલગ-અલગ જગ્યાએથી ધમકી આપનારાઓની ધરપકડ કરી હતી.
તાજેતરમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ઘણા નેતાઓ અને સેલિબ્રિટીને સતત ધમકીઓ મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
