તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 3rd November 2024
હવે તમારે ટોલ પર લાઈનમાં ઉભા રહેવું નહીં પડે, NHAIએ આપ્યું મોટું અપડેટ
હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. પરંતુ હવે NHAIએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. હવે તમારે હાઈવે પર રોકવાની જરૂર નહીં પડે

નવી દિલ્હી :સામાન્ય રીતે હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે. પરંતુ હવે NHAIએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. હવે તમારે હાઈવે પર રોકવાની જરૂર નહીં પડે. તમારા ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે. આ સુવિધા દ્વારકા એક્સપ્રેસ વે પર શરૂ કરવામાં આવશે, જે દેશનો પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો (MLFF) હાઇવે બનશે.
દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા રહેશે નહીં. અહીં ટોલ સેન્સર લગાવવામાં આવશે, જે તમારા વાહન વિશે માહિતી એકત્રિત કરશે. આ ડેટા ઈલેક્ટ્રોનિક ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સેવ કરવામાં આવશે અને તમારા બેંક એકાઉન્ટ અથવા ફાસ્ટેગમાંથી ટોલ આપમેળે કપાઈ જશે. આ માટે ટોલ કલેક્ટરની જરૂર રહેશે નહીં. જે બેંક NHAIને સૌથી વધુ આવક આપશે તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે
દ્વારકા એક્સપ્રેસ વેની લંબાઈ 28 કિલોમીટર હશે અને આ સમગ્ર એક્સપ્રેસ વે પર માત્ર 1 ટોલિંગ પોઈન્ટ હશે. આ પોઈન્ટ દિલ્હીથી 9 કિલોમીટર દૂર દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પાસે હશે. અહીં મુસાફરોએ ટોલ ભરવા માટે રોકાવું પડશે. આ પછી, સમગ્ર હાઇવે પર ટોલ સેન્સર હશે, જે ફાસ્ટેગ દ્વારા ટોલ કાપશે.
સરકારે હજુ સુધી દ્વારકા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સની રકમ જાહેર કરી નથી. આ ટોલ કેટલો હશે તે હજુ જાહેર કરવાનું બાકી છે. બેંકોને ટોલ ટેક્સ માટે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
જો કોઈ મુસાફરના બેંક એકાઉન્ટ અથવા ફાસ્ટેગમાં પૈસા નથી, તો તેના વાહનનો ફોટો અને માહિતી વાહન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આની મદદથી પેન્ડિંગ ટોલની માહિતી જોઈ શકાશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
