News of Sunday, 3rd November 2024
NCP નેતા નવાબ મલિક પર દુઃખનો પહાડ તૂટ્યો :જમાઈ સમીર ખાનનું નિધન ;અકસ્માત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCP નેતા નવાબ મલિકના જમાઈ સમીર ખાનનું અવસાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCP નેતા નવાબ મલિક પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના જમાઈ સમીર ખાનનું અવસાન થયું હતું. NCP નેતા નવાબ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ દુઃખદ સમાચારની માહિતી આપી છે.
મલિકે X પર લખ્યું, 'મારા જમાઈ સમીર ખાનનું નિધન થઈ ગયું છે. અલ્લાહ તેમને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે. અમે આ નુકસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ, તેથી આગામી 2 દિવસ માટે મારા તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. તમારી સમજ બદલ આભાર, કૃપા કરીને તેને તમારી પ્રાર્થનામાં રાખો.
મળતી માહિતી મુજબ, 17 સપ્ટેમ્બરના રોજ સમીર તેની પત્ની અને નવાબ મલિકની પુત્રી નિલોફરને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ પછી, હોસ્પિટલની બહાર તેણે તેના ડ્રાઇવરને કાર લાવવા કહ્યું. આ પછી ડ્રાઈવરે બ્રેકના બદલે એક્સીલેટર દબાવ્યું અને સમીર અકસ્માતનો શિકાર બન્યો. જે બાદ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 21 નવેમ્બરને રવિવારે સારવાર દરમિયાન સમીરનું મોત થયું હતું.
એનસીપી નેતા નવાબ મલિકને બે દીકરીઓ છે. મોટી દીકરીનું નામ નીલોફર છે, જેના પતિનું નામ સમીર ખાન છે. નાની પુત્રી સના મલિક છે, જે અનુશક્તિ નગર વિધાનસભાથી અજીત જૂથમાંથી ચૂંટણી લડી રહી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
