<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

અમરેલીમાં અરેરાટી : રાંઢીયા ગામમાં એક જ પરિવારના ચાર બાળકોના ગૂંગળાઈ જતા મોત

ફોર વ્હીલરની અંદર બેસી ગયા બાદ ફોર વ્હીલરનો દરવાજો નહી ખોલી શકતા ચારેય બાળકોનાં મોત : મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય મજૂરનાં ચાર બાળકોનાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું

અમરેલીનાં રાંઢીયા ગામે એક જ પરિવારનાં ચાર બાળકોનાં મોત નિપજ્યા હતા. મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય મજૂરનાં ચાર બાળકોનાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ. ચાર બાળકો પૈકી બે બહેનો તથા બે ભાઈઓનાં મોત નિપજ્યા હતા. 

  મળતી માહિતી મુજબ ફોર વ્હીલરની અંદર બેસી ગયા બાદ ફોર વ્હીલરનો દરવાજો નહી ખોલી શકતા ચારેય બાળકોનાં મોત થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.
આ દુર્ઘટનામાં ગુંગળામણના લીધે 2 દિકરી અને 2 દીકરાના મોત નિપજ્યા હતા. આ બનાવને લઇને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એફએસએલ તેમજ વિસેરા રિપોર્ટનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે.

(3:08 PM IST)