News of Monday, 4th November 2024
પ્રદીપ રામચંદાનીએ શિવસેનાના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ સિંદ્દેને ગદ્દાર કરતા શિંદે આગરાપાણીએ રામચંદાની માફી માંગે નહીં તો શિવસેના ભાજપના ઉમેદવાર માટે કોઈ કામ નહીં કરે
રામચંદાનીએ કંઈ પણ બોલતા પહેલા તેને સમજવું જરૂરી છેઃ યુવા સેનાના મહાસચિવ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપના જીલ્લા અધ્યક્ષ રામચંદાનીના નિવેદનને લઈને શિવસેનાએ કડક વર્તન શરૂ કર્યું છે.
શિવસેના નું કહેવું છે કે જ્યાં સુધી ભાજપના નેતા માફી નહીં માંગે ત્યાં સુધી શિવસેના ભાજપના ઉમેદવાર માટે કામ નહીં કરે. યુવા સેનાના મહાસચિવનું કહેવું છે કે રામચંદાનીએ કંઈ પણ બોલતા પહેલા તેને સમજવું જરૂરી છે. રામ ચંદાનીએ શિવસેનાના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ સિંદ્દેને ગદ્દાર કહ્યા હતા જે સંપૂર્ણપણે ખોટું છે.
મહાસચિવ વીકી ભુલર નું કહેવું છે કે તેમણે કોઈ ગદ્દારી કરી નથી. તેથી રામચંદાનીએ જે નિવેદન આપ્યું છે તેનો ખુલીને વિરોધ કરે છે. જ્યાં સુધી રામચંદાની માફી નહીં માંગે ત્યાં સુધી ઉલાસનગર શિવસેના ભાજપના ઉમેદવાર માટે કોઈ કામ નહીં કરે.
મહત્વનું છે કે પ્રદીપ રામચંદાની એવું કહ્યું હતું કે, જેને ગદ્દાર કહેવામાં આવે છે તે મુખ્યમંત્રી બની જાય છે અને ભાજપમાં આવીને બધા ખુદ્દાર બની જાય છે. બદલતા સમયની સાથે રાજકારણની પરિભાષા પણ બદલી ગઈ છે. શિવસેનાના કાર્યકર્તાઓ રામચંદાનીના આવા નિવેદનથી નારાજ છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
