<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે આવતીકાલે મતદાન ચૂંટણીના કયા છ દિવસ પર દુનિયાની મીટ મંડાઈ છે ?

રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા:સર્વેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની લોકપ્રિયતા 48 ટકા પર છે

અમેરિકામાં આ વખતની પ્રમુખપદની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે. 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષો વચ્ચે ઘનિષ્ઠ સ્પર્ધા ચાલી રહી છે. તાજેતરના સર્વેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની લોકપ્રિયતા 48 ટકા જેટલી છે. 

    આ ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. આ ચૂંટણીની અસર આખી દુનિયામાં જોવા મળી શકે છે, કારણ કે જો ટ્રમ્પ જીતશે તો અમેરિકાની નીતિઓમાં બદલાવ આવી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ટ્રમ્પની પણ અલગ માનસિકતા છે

    આ ચૂંટણીમાં આ 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના પર દરેકની નજર છે. આવો જાણીએ આ ચૂંટણીમાં એવા કયા દિવસો છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે

  . 5 નવેમ્બરે ચૂંટણી - આ દિવસે લગભગ 26 કરોડ મતદારો પ્રમુખ, 5 કોંગ્રેસના સભ્યો અને અન્ય પદ માટે મતદાન કરશે. સંભવિત પરિણામો આગામી 3 દિવસમાં આવશે. અગાઉના 6.6 કરોડ મતોની પણ ગણતરી કરવામાં આવશે

 . 25 નવેમ્બર- આ દિવસ પોસ્ટલ બેલેટનો છેલ્લો દિવસ છે. 17 રાજ્યોમાં આ દિવસે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની ગણતરી થાય છે. આ મતો સ્વિંગ રાજ્યોમાં મહત્વપૂર્ણ છે, જો કે અંતિમ પરિણામો પર તેમની બહુ અસર નથી.

 11 ડિસેમ્બર- આ દિવસે 50 રાજ્યોના રાજ્યપાલ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને અંતિમ મંજૂરી આપે છે. આ દિવસે રાજ્યપાલે ઈલેક્ટોરલ કોલેજના મત એકત્ર કરવાના હોય છે. ડિસેમ્બર 17- 

 આ દિવસે 538 ઈલેક્ટોરલ કોલેજ વોશિંગ્ટન પહોંચે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 વોટની જરૂર હોય છે.

 6 જાન્યુઆરી- આ દિવસે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી કરવામાં આવે છે. આ પછી, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે

 . 20 જાન્યુઆરી- આ દિવસે અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળશે. આ દિવસે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ શપથ લેશે અને પદ સંભાળશે.

(9:08 PM IST)