<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી, અને તેથી રાજ્યો દ્વારા કબજો લઈ શકાય નહીં: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને નવ ન્યાયાધીશોની બેંચનો મહત્વનો ચુકાદો

નવ ન્યાયાધીશોની બેન્ચ એ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે કે શું રાજ્ય સામાન્ય ભલાઈના કારણોસર વિતરણ કરવા માટે ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે?

સુપ્રીમ કોર્ટે આજે ૧૯૭૮ પછીના ચુકાદાઓને રદ કરી દીધા જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને ચુકાદો આપ્યો હતો કે રાજ્યો સામાન્ય લોકોના સારા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. અન ચા Janew

રે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી વાય વી ચંદ્રચૂડ અને સાત ન્યાયાધીશોએ આજે બહુમતીથી આપેલ ચુકાદા મુજબ, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી, અને તેથી રાજ્યો દ્વારા કબજો લઈ શકાય નહીં.

બહુમતીથી અપાયેલા સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા પછી હવે, ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયરના અગાઉનો ચુકાદો રદ થઈ ગયો છે જેમાં ખાનગી માલિકીના તમામ સંસાધનો રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

ચુકાદો / 'દરેક ખાનગી સંપત્તિ સામુદાયિક મિલકત કહી શકાય નહીં': સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ નિવૃત્તિ પહેલા ચુકાદો આપતા કહ્યું કે આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં. શું સરકારને ખાનગી મિલકત હસ્તગત કરીને તેની પુન: વહેંચણી કરવાનો અધિકાર છે?

 સી જે આઈ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના ૯ જજોની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક મિલકત ગણી શકાય નહીં. બંધારણીય બેંચે આ વર્ષે ૧ મેના રોજ સુનાવણી કર્યા બાદ ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે ૨૯૭૮ પછીના એ નિર્ણયોને પલટાવી દીધા જેમાં સમાજવાદી વિષયને અપનાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સરકાર સામાન્ય ભલાઈ માટે તમામ ખાનગી મિલકતો પોતાના કબજામાં લઈ શકે છે. કોર્ટે નક્કી કરી દીધું કે બંધારણના અનુચ્છેદ ૩૯(બી) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને સામુદાયિક સંપત્તિ તરીકે ગણી શકાય નહીં અને જાહેર હિતમાં તેનું વિતરણ કરી શકાય નહીં.જૂના નિર્ણયો આર્થિક વિચારધારાથી પ્રેરિત હતા'

(11:53 AM IST)