<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

30 લાખથી વધુ પેંશનર્સે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો લાભ લીધો

તમે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો: SBI અને PNB જેવી બેંકો આ સુવિધા આપી રહી છે

નવી દિલ્‍હીઃ પેન્શન ધારકોએ દર વર્ષે સબમિટ કરવાનું હોય છે. દર વર્ષે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની તારીખ આપવામાં આવે છે. જો આમ કરવામાં ન આવે તો પેન્‍શનરોનું પેન્‍શન  અટકી શકે છે. પેન્શન એન્ડ પેન્શનર્સ કલ્યાણ વિભાગએ જણાવ્યું હતું કે 30 લાખથી વધુ કેન્દ્ર સરકારના પેન્શનરોએ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કેન્દ્ર સરકારના પેન્શનરોના જીવનને સરળ બનાવવા માટે DOPPW મોટા પાયે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટને પ્રોત્સાહન આપી રહ્યું છે. અગાઉ બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિશન શરૂ કરવામાં આવ્યું હતું. DOPPW એ આ વર્ષે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે જે અંતર્ગત ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી અને DLCના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કુલ 30.34 લાખ પેન્શનરોએ સફળતાપૂર્વક DLCનો ઉપયોગ કર્યો છે, જેમાંથી 2.82 લાખ DLC ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યા છે. તમે તમારા સ્માર્ટફોન અને લેપટોપથી આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

કર્મચારી મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે જીવન પ્રમાણપત્ર ડિજિટલ રીતે સબમિટ કરવા માટે હવે ચહેરાનું પ્રમાણીકરણ જરૂરી છે. આ પછી, ડિજિટલ જીવન પ્રમાણપત્ર ઑનલાઇન સબમિટ કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે વૃદ્ધો અને વિકલાંગોને વધુ રાહત આપવા માટે, તેણે SBI અને PNB જેવી બેંકો સાથે હાથ મિલાવ્યા છે જે ઘણી જગ્યાએ પેંશનર્સને જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની સુવિધા આપી રહી છે.

(12:33 PM IST)