<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

ભાજપના ૧૪ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે: ઓડિશામાં ભાજપ સરકાર ગમે ત્યારે તૂટી જશે: બીજે દિવસે સાંસદ મુન્ના ખાનનો દાવો

બીજેડી - બીજુ જનતા દળના સાંસદ મુન્નાખાને કહ્યું કે ઓડિશામાં બીજેપી સરકાર ગમે ત્યારે પડી જશે. 

ભાજપના ૧૪ ધારાસભ્યો તેમના અને બીજેડીના સંપર્કમાં હોવાનો મુન્ના ખાને દાવો કર્યો છે. 

મુન્ના ખાને ઓડિશામાં ભાજપ સરકારને ઉથલાવી દેવાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે કહ્યું કે જો ઓડિશામાં આજે ચૂંટણી થાય તો બીજેડી ૧૦૦ બેઠકો જીતશે અને ઓડિશા ભાજપમુક્ત થઈ જશે.

(2:15 PM IST)