<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

હવે કાશ્મીરમાં બુલડોઝર એક્શન !આતંકવાદીઓને આશરો આપનારના ઘરો જમીનદોસ્ત થશે: મનોજ સિંહાની ચેતવણી

તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એક બનીને ઊભા રહેવા હાકલ કરી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર રચાઇ છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓની વચ્ચે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી છે કે આતંકવાદીઓને આશરો આપનારા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એક બનીને

કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઉપ રાજ્યપાલે કહ્યું, ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં જરા પણ બક્ષવામાં ન આવે. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. વધુમાં તેમં કહ્યું કે, કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે જેઓ આતંકવાદીઓને આશ્રય આપનારા લોકોને ત્રાસ આપવામાં આવે છે. “જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે.

 

લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે ‘આપણો પાડોશી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનાથી આપણને કોઈ ચિંતા નથી, પરંતુ અહીંના લોકો તેમના નિર્દેશ પર આ કરી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. આવા લોકોની ઓળખ કરવી એ માત્ર સુરક્ષા દળો અને વહીવટીતંત્રનું કામ નથી, પણ લોકોનું પણ કામ છે.


તેમણે કહ્યું કે જો લોકો આતંકવાદીઓને આશ્રય આપે છે અને પછી કહે છે કે અમે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ, તો તે યોગ્ય નથી. જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે ઊભા રહેવાનું આહ્વાન કરતાં સિંહાએ ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે.

(11:56 PM IST)