News of Wednesday, 6th November 2024
વહાલી ભેંસ માટે ત્રણ કિલો સોનાની ચેઇન બનાવડાવી

હૈદરાબાદ, તા.૬: હૈદરાબાદમાં લડ્ડુ યાદવ નામના એક ભાઈએ પોતાની માનીતી ભેંસ માટે ત્રણ કિલોની સોનાની ચેઇન બનાવડાવી હતી. આ ચેઇન સાંકળ જેટલી મોટી હતી. લડ્ડુ યાદવ જ્યારે ભેંસને આ ચેઇન પહેરાવતા હતા ત્યારે ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડિયો જોઈને અનેક લોકોએ કમેન્ટ કરી હતી, ‘કિસ્મત હોય તો આ ભેંસ જેવી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
