News of Wednesday, 6th November 2024
ઓકટોબર મહિનામાં ૧૬ અબજ યુપીઆઇ ટ્રાન્ઝેશન
તહેવારો દરમ્યાન યુપીઆઇ વ્યવહારોએ સર્જયો નવો રેકોર્ડ

નવી દિલ્હી : તહેવારોની સીઝન દરમ્યાન ઓકટોબર મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના ૧૬.પ૮ અબજ ટ્રાન્ઝેકશન નોંધાયા છે, જે વાર્ષિક ૪પ ટકાનો વધારો દર્શાવે છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એનપીસીઆઇ)ના આંકડાઓ અનુસાર, આ ટ્રાન્ઝેકશનો દ્વાર ર૩.પ લાખ કરોડ રૂપિયાનો લેવડ-દેવડ થઇ હતી. જે વાર્ષિક ૩૪ ટકાનો વધારો દર્શા છે.ગયા મહિને યુપીઆઇએ ૧પ અબજ ટ્રાન્ઝેકશનોનો રેકોર્ડ કર્યો હતો. સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ પ૦૦ મીલીયન ટ્રાન્ઝેકશનની સામે ઓકટોબરમાં દૈનિક સરેરાશ પ૩પ મીલીયન ટ્રાન્ઝેકશન થયા હતાં.
૩૦ મી ઓકટોબર ધનતેરસના દિવસે પ૪૬ મીલીયન યુપીઆઇ ટ્રાન્ઝેકશન થયા હતાં. જે પણ એક રેકોર્ડ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
