News of Wednesday, 6th November 2024
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની અસરને પગલે ભારતીય શેર બજારમાં મજબૂતી
સેન્સેક્સ 295 પોઈન્ટના વધારા સાથે 79771 અને નિફ્ટી 95 પોઈન્ટના વધારા સાથે 24304 પર કારોબાર અને અમેરિકન બજારનો ડાઉ ફ્યુચર 560 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની અસરને પગલે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 295 પોઈન્ટના વધારા સાથે 79771 અને નિફ્ટી 95 પોઈન્ટના વધારા સાથે 24304 પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાના સંકેતો મળી રહ્યા છે અને તેના કારણે અમેરિકન બજારનો ડાઉ ફ્યુચર 560 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી 48 પોઈન્ટના ઘટાડા સાથે 24,248 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઇટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરો 0.30 થી 1.19 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે. અપોલો હોસ્પિટલ, ડૉ.રેડ્ડીઝ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, હિરો મોટોકૉર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, બીઈએલ અને ટેક મહિન્દ્રા 0.64 થી 2.02 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટાઈટન, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, હિંડાલ્કો, એચડીએફસી લાઈફ અને ઓએનજીસી ઘટાડા સાથે ટ્રેડ થયા હતા.
સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ, એમફેસિસ, પીએન્ડજી, હિંદ પેટ્રોલિયમ અને આઈજીએલ 1.32 થી 3.04 ટકા સુધી વધારો નોંધાયો છે. ICICI સિક્યોરિટીઝ, જિલેટ ઇન્ડિયા, 3 એમ ઈન્ડિયા, લ્યુપિન અને કંસાઈ નેરોલેક 0.14 થી 2.06 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
સ્મૉલકેપ શેરોમાં બનારિઆમન, ટ્રાન્સઈન્ડિયા રિલ, વારી રિન્યુએબલ, સ્કિવેન્ટ સાઇટિફિક અને જીઈ પાવર ઇન્ડિયાના શેરમાં 5.00 થી 19.87 ટકા સુધી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુકેન ઇન્ડિયા, મેટ્રિમોનીડૉટકૉમ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ઓલરિંગ ટેક અને મુથૂટ મિક્રો 3.46 થી 5.49 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
