<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ચૂંટણીમાં ટ્રમ્‍પને જીતતા જોઈ મસ્‍ક ગેલમાં આવ્‍યાં, સિંક લઈને નીકળ્‍યાં : શેર કર્યો મજેદાર ફોટો

ન્‍યુયોર્ક, તા.૬: અમેરિકામાં રાષ્‍ટ્રપતિ ચૂંટણી માટે કાઉન્‍ટિંગ ચાલુ છે. જેમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્‍લિકન ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સમર્થક ઈલોન મસ્‍કે ટ્રમ્‍પની જીત પાક્કી થઈ રહી હોવાના સંકેતો વચ્‍ચે સોશિયલ મીડિયા પર રોચક તસવીરો શેર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહી છે. ઇલેક્‍ટોરલ કોલેજના કાઉન્‍ટિંગના ટ્રેન્‍ડમાં કમલા હેરિસનો આંકડો ૨૧૪ પર અટકી પડ્‍યો છે. ત્‍યારે ટ્રમ્‍પે ૨૪૭ પર લીડ મેળવી લીધી છે. એટલે કે હવે મેજિક નંબર ૨૭૦ સુધી પહોંચવા માટે તેમને ફક્‍ત ૨૩ સીટની જરૂર છે.

ઈલોન મસ્‍કે પોતાના પ્‍લેટફોર્મ X પર એક પોસ્‍ટ શેર કરી છે, જેમાં તે એક સિંક લઈ જતાં જોવા મળ્‍યા છે. જેની કેપ્‍શન લખી છે કે, લેટ ધેટ સિંક ઈન, અર્થાત કોઈપણ સ્‍ટેટમેન્‍ટને સમજવુ તથા તેના પર વિચાર કરવો.

ઈલોન મસ્‍ક ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે. તેમજ તેમને જીતાડવા માટે જાત-જાતની જાહેરાતો પણ કરી છે. અન્‍ય એક તસ્‍વીરમાં ઈલોન મસ્‍કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે જોવા મળ્‍યા છે. જેમાં તે કાઉન્‍ટિંગના દિવસે ડાઈનિંગ ટેબલ પર વાતચીત કરતાં જોવા મળ્‍યા છે.(

(3:58 PM IST)