<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

સરકારી સબસિડી ચિંતાનો વિષય, GDP ઉપર પડી શકે છે અસર

RBI ગવર્નરનું મોટું નિવેદનઃસબસિડીનો ખર્ચ ઘણો વધારે છે અને પ્રથમ ત્રિમાસિકમાં સરકારી ખર્ચ જીડીપીને નીચે ખેંચી રહ્યો છે : શક્તિકાંત દાસ

નવી દિલ્હી, તા.૬

RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સબસિડી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો દ્વારા મૂડી ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ વધુ પડતી સબસિડી પાછળ થતો ખર્ચ ચિંતાનો વિષય છે. મુંબઈમાં આયોજિત BFSI સમિટમાં દાસે જણાવ્યું હતું કે, 'સબસિડીનો ખર્ચ ઘણો વધારે છે અને પ્રથમ ત્રિમાસિકમાં સરકારી ખર્ચ જીડીપીને નીચે ખેંચી રહ્યો છે. સરકારી ખર્ચ વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યોની આવક અને મૂડી ખર્ચ બંને વધી રહ્યા છે. જે જીડીપી માટે ચિંતાનો વિષય છે.'

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સરકારી સબસિડી માટે ચૂકવણીમાં વધારો થયો છે. સરકારે હ્લરૃ૨૫માં ફૂડ સબસિડી માટે રૃ. ૨,૦૫,૨૫૦ કરોડનું બજેટ રાખ્યું છે. જે ૨૦૨૩-૨૪ના રૃ. ૨,૧૨,૩૩૨ કરોડના સુધારેલા અંદાજ કરતાં ૩% ઓછું છે. સરકારે રવિ સિઝન માટે પોષક તત્વો આધારિત ખાતર સબસિડી માટે રૃ. ૨૪,૪૭૫.૫૩ કરોડની જોગવાઈ પણ કરી છે.

ભારતીય અર્થતંત્ર એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ૬.૭ ટકા વધ્યું હતું, જે આરબીઆઈના ૭.૧ ટકાના અનુમાન કરતાં ઓછો હતો. ૨૦૨૪-૨૫ (ઊ૨ ૨૦૨૪-૨૫)ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે ય્ડ્ઢઁ ગ્રોથ અંદાજ ૨૯ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દાસે કહ્યું કે વધુ પડતો સબસિડી ખર્ચ જીડીપી પર અસર કરશે.

આરબીઆઈએ ભારતનો ૨૦૨૪-૨૫નો જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. IMF અને વર્લ્ડ બેન્કના મતે તે ૭.૦ ટકા હોઈ શકે છે. કેટલીક વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને બહુપક્ષીય સંસ્થાઓએ પણ ભારત માટે જીડીપી ગ્રોથ અનુમાનમાં સુધારો કર્યો છે. આ વર્ષની શરૃઆતમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં ૨૦૨૪-૨૫ માટે ભારતની રિઅલ જીડીપી ગ્રોથ ૬.૫-૭ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતનો જીડીપી પ્રભાવશાળી ૮.૨ ટકા વૃદ્ધિ સાથે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બન્યો હતો. ૨૦૨૨-૨૩માં ૭.૨ ટકા અને ૨૦૨૧-૨૨માં ૮.૭ ટકા જીડીપી ગ્રોથ નોંધાયો હતો.

(10:10 PM IST)