<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

એર ઇન્ડિયાએ લાંબા રૂટો પર એ-૩૫૦ વિમાનને લૉન્ચ કર્યું

અમેરિકાના વિવિધ સ્થળો સુધીની આશરે ૬૦ જેટલી ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે રદ કરી દીધી

નવીદિલ્હી: એર ઇન્ડિયા દિલ્હી-ન્યુયોર્કના રૂટ પર એરક્રાફ્ટ ઉડાવવા સાથે અલ્ટ્રા લોંગ હોલ રૂટ્સ પર એરબસ એ-૩૫૦ સેવા શરૂ કરી હતી. અહી જણાવી દઈએ કે, ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઇને મેન્ટેનન્સ અને સપ્લાય ચેઈનની સમસ્યાઓને કારણે તેના કેટલાક વાઇડબોડી પ્લેન્સ હાલ ઉપલબ્ધ ન હોવાથી ૧૫ નવેમ્બર અને ૩૧મી ડિસેમ્બરની વચ્ચેના ગાળા દરમિયાન અમેરિકાના વિવિધ સ્થળો સુધીની આશરે ૬૦ જેટલી ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે રદ કરી દીધી છે. દિલ્હી અને ન્યૂયોર્ક વચ્ચેની ઉડાન સેવામાં

એ-૩૫૦, એ-૯૦૦  એરક્રાફ્ટ રજૂ કરવા સાથે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તે આગામી વર્ષની બીજી જાન્યુઆરીથી દિલ્હીથી નેવાકૅના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે સપ્તાહની ૫ એ-૩૫૦ સર્વિસ શરૂ કરશે. એર ઇન્ડિયા તેના કાફલામાં હાલ ૬ એરબસ એ-૩૫૦ અને એ-૯૦૦ ધરાવે છે. જે ફ્લાઇટ્સ ૧૫ કલાક કે તેથી વધુનો પ્રવાસ સમય ધરાવતી હોય, તેને સામાન્યતઃ અલ્ટ્રા લોન્ગ હોલ ફ્લાઈટ્સ કહેવામાં આવે છે. એર ઇન્ડિયા ઉત્તર અમેરિકામાં આવી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. સપ્ટેમ્બરમાં દિલ્હીથી લંડન હીથ્રો રૂટ પર આ સેવા શરૂ કરવામાં આવી, ત્યારથી એરક્રાફ્ટ તથા ગ્રાહકોના નવા અનુભવ અંગેના પ્રતિભાવો ઘણા જ ઉત્સાહી રહ્યા હતા. આથી હવે આ સેવા ન્યૂયોર્ક સુધી શરૂ કરવામાં આવતા અમે રોમાંસની લાગણી અનુભવીએ છે. એમ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા મેનેજિંગ ડિરેક્ટર (એમડી) કેમ્પબેલ વિલ્સેજણાવ્યું હતું. આ ઉપરાંત એર ઇન્ડિયા તેના ઇન્ટિરિયરનું ૨૦૨૫ માં સંપૂર્ણપણે રિફીટિંગ કરવા તરફ પણ નજર દોડાવી રહી છે.

(1:10 AM IST)