<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સંતો અને સનાતન ધર્મની મુશ્કેલીઓ દૂર કરવા માટે સંઘ ડંડો લઈને તૈયાર : મોહન ભાગવત

ભારત વિશ્વમાં સૌથી સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર છે, જ્યાં જીવન જીવવાને માટે સંઘર્ષની આવશ્યકતા નથી. તમામને સાથે લઈને ઉન્નતિ કરવાનો આપણા દેશનો ધર્મ છે

ચિત્રકુટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ડૉ.મોહન ભાગવતે ધર્મનગરી ચિત્રકુટના શ્રી શ્રીધર દાસ હનુમાન દેવસ્થાન આશ્રમના પ્રાંગણમાં ચાલી રહેલ યુગ તુલસી પંડિત રામકિંકર ઉપાધ્યાયની જન્મ શતાબ્દી સમારોહ પ્રસંગે મહારાજશ્રીના પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું કે, દેશના ઋષિ- મુનિયોના કઠોર પરિશ્રમથી રાષ્ટ્રનું  નિર્માણ થયું છે. ભારત વિશ્વમાં સૌથી સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર છે, જ્યાં જીવન જીવવાને માટે સંઘર્ષની આવશ્યકતા નથી. તમામને સાથે લઈને ઉન્નતિ કરવાનો આપણા દેશનો ધર્મ છે, અને તે ધર્મના આચરણ પર સમગ્ર સૃષ્ટિ ચાલી રહી છે.

    મોહન ભગવતે દેશ વિરોધી તાકાતો પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે‌, આજે સમગ્ર વિશ્વ ભારત પાસેથી આશા રાખી રહ્યું છે, પરંતુ કેટલાક લોકો પોતાના નજીવા અંગત સ્વાર્થને વશ ભારતને દબાવવાના પ્રયાસો પણ કરતા રહેતા હોય છે. જે સત્યને દબાવવાનો પ્રયાસ છે, સત્ય ક્યારે પણ દબાતું નથી. તે તો સમય આવે માથા પર ચઢીને બોલતું જ હોય છે. સંઘ સંતો અને સનાતન ધર્મની મુશ્કેલીઓ દૂર કરવા તેમજ તેના સંરક્ષણ માટે દંડો લઈને ખડે પગે ઉભું છે.

(11:05 PM IST)