News of Friday, 8th November 2024
પૃથ્વીના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે : દુનિયા ખતમ થઈ જશે
પૃથ્વીનું તાપમાન ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, જેનાથી કોઈને પણ જીવતા રહેવું મુશ્કેલ બની જશે.

બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર ફ્રાંસ વર્થના જણાવ્યા મુજબ પૃથ્વીના અંતિમ દિવસો નિકટ આવી રહ્યા છે, જેનાથી મનુષ્યો અને જાનવરોની સાથે તમામ જીવિત પ્રાણીઓનો વિનાશ થઈ શકે છે. અન્ય વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે, સમયની સાથે-સાથે ક્લાઈમેટ ચેન્જ પણ એક મહત્વની મુશ્કેલીના રૂપમાં પડકારી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અનુમાન કરતાં પણ ઘણું ઝડપથી વધી રહી છે. તેને લઈને એ દિવસે દૂર નથી, જ્યારે મનુષ્ય અને જાનવર સહિત કોઈ પણ પ્રાણી ધરતી પર જીવિત નહીં રહી શકે.
વૈજ્ઞાનિકોએ કંમ્પ્યૂટર સિમુલેશન ટેકનીકનો ઉપયોગ કરીને આ અભ્યાસ રજૂ કર્યો છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ વખતે પણ ૨૫૦ મિલિયન વર્ષ પહેલાની જેમ જ એક ભયાનક પુર આવશે, જે પૃથ્વી પરના તમામ જીવનને સમાપ્ત કરી નાખશે. તેની સાથે જ પૃથ્વીનું તાપમાન ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે, જેનાથી કોઈને પણ જીવતા રહેવું મુશ્કેલ બની જશે.
અલેકઝેન્ડર ફાનૅસ્વથૅના જણાવ્યા પ્રમાણે કાર્બન ડાઈઑક્સાઇડ નું સ્તર બમણું થઈ જશે. આવનાર સમયમાં પૃથ્વીનો મહાદ્વીપ પૈજિયા અલ્ટિમા નામના એક સુપરકૉન્ટિનેન્ટમાં વિલીન થઈ જશે.
તેની સાથે જ જ્વાળામુખી મોટા પ્રમાણમાં કાર્બન ડાઈઑક્સાઇડ એક્ટિવ થશે, જેનાથી શ્વાસ લેવાનું મુશ્કેલી બનશે, અને ધીરે ધીરે પૃથ્વી રહેવા લાયક નહીં રહે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
