તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Friday, 8th November 2024
યૌન શોષણ પછી ફરિયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન બાદ પણ નહીં રદ્દ થાય કેસ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
રાજસ્થાન હાઈકોર્ટે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાઓને રદ કર્યા જેને સુપ્રીમ કોર્ટે પલટીને હાઇકોર્ટના આદેશ રદ કરી દીધા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચુકાદો આપતા કહ્યું કે યૌન ઉત્પીડન મામલાને ફરીયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન થવાથી રદ નથી કરી શકાતો. રાજસ્થાન હાઈકોર્ટે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાઓને રદ કર્યા હતા જેને સુપ્રીમ કોર્ટે પલટીને હાઇકોર્ટના આદેશ રદ કરી દીધા છે .
ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે યૌન શોષણના મામલામાં સમાધાન થયા પછી કોર્ટ કેસને રદ કરે છે . પરંતુ એકમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ફરિયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન પછી કર્યા પછી યૌન શોષણના મામલામાં રદ નથી કરી શકતા. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પણ રદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદો આપતા કહ્યું કે યૌન ઉત્પીડન મામલાને ફરીયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન થવાથી રદ નથી કરી શકાતો. રાજસ્થાન હાઈકોર્ટે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાઓને રદ કર્યા હતા જેને સુપ્રીમ કોર્ટે પલટીને હાઇકોર્ટના આદેશ રદ કરી દીધા.
જસ્ટિસ સિટી રવિકુમાર અને પીવી સંજય કુમારની ડિવિઝન બેન્ચે એક મહત્વનો ચુકાદો આપ્યો અને કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને રદ કરવામાં આવે છે, FIR અને અપરાધિક કાર્યવાહી કાનૂન અનુસાર આગળ વધશે. બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તેને કેસની યોગ્યતા પર કોઈ ટિપ્પણી કરી નથી.
બાર અને બેન્ચની રિપોર્ટ અનુસાર આ ચુકાદો ગત વર્ષે ઓક્ટોબરમાં અનામત રાખવામાં આવ્યો હતો અને આ તે મામલામાં આવ્યો હતો જે જેમાં પ્રશ્ન હતો કે શું CRPC ની કલમ 482 હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને હાઈ કોર્ટ પાસે આરોપી વચ્ચે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાને રદ કરવાની શક્તિ છે.
મામલો 2022 નો છે. જ્યારે રાજસ્થાનના ગંગા પૂરમાં એક નાબાલિક દલિત છોકરીએ સરકારી સ્કૂલના શિક્ષક પર યૌન ઉત્પીડનની પોલિસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તપાસ કર્યા બાદ શિક્ષક વિરુદ્ધ પોકસો એક્ટ અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને બાદમાં નાબાલિક છોકરીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે શરૂઆતમાં કહ્યું હતું કે ફોજદારી કેસમાં અસંતુષ્ટ પક્ષ દ્વારા અરજી દાખલ કરી શકાતી નથી. જોકે, બાદમાં આ મુદ્દો ઉઠાવીને તેની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. આ પછી આરોપી અને પીડિતાના પિતાને કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
