<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાષ્‍ટ્રપતિની બહેન, પોલીસ પ્રમુખની પત્‍નિ સહિત અનેક મહિલાઓ સાથે બનાવ્‍યા સંબંધ : અયાશ અધિકારીના ૪૦૦ વીડિયો વાઇરલ

મધ્‍ય આફ્રિકાના દેશ ઇક્‍વેટોરિયલ ગિનીમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

લંડન, તા.૮: મધ્‍ય આફ્રિકાના દેશ ઇક્‍વેટોરિયલ ગિનીમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એબાંગ એન્‍ગોગા નામના ઉચ્‍ચ અધિકારીના લગભગ ૪૦૦ જેટલા અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે એબાંગે જેમની સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા છે તેમાંથી ઘણી મહિલાઓ અગ્રણી અધિકારીઓની પત્‍નીઓ છે. આ સિવાય આ વ્‍યક્‍તિના રાષ્‍ટ્રપતિના બહેન, પોલીસ મહાનિર્દેશકની પત્‍ની અને ૨૦થી વધુ મંત્રીઓની પત્‍નીઓ સાથે બળાત્‍કારના સંબંધો હતા.

ઇબાંગ એન્‍ગોગા ઇક્‍વેટોરિયલ ગિનીમાં નેશનલ ફાઇનાન્‍શિયલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (ANIF) નો ડિરેક્‍ટર છે. જ્‍યારે આ મામલો સામે આવ્‍યો ત્‍યારે સરકાર ચોંકી ઉઠી હતી. આના પર, દેશના ઉપરાષ્‍ટ્રપતિ ટીઓડોરો ન્‍ગ્‍યુમા ઓબિયાંગએ સોમવારે (૪ નવેમ્‍બર) જાહેરાત કરી હતી કે તેઓ તે આરોપી ઉપરાંત તમામ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરશે જેમની પત્‍નીઓ સાથે એબાંગ એન્‍ગોગાના સંબંધો હતા. તેમણે કહ્યું કે આવા ધિક્કારપાત્ર કળત્‍યો દેશના આચાર સંહિતા અને નૈતિક કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

એબાંગના વીડિયો સૌથી પહેલા વ્‍હોટ્‍સએપ ગ્રુપ પર વાયરલ થયો હતો. આ પછી, તે ધીમે ધીમે ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ અને ટિક-ટોક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયો હતો. આ પછી, સરકારે ટેલિકોમ મંત્રાલય, રેગ્‍યુલેટર અને ટેલિફોન કંપનીઓને આવા વાંધાજનક વીડિયોને વાયરલ થતા રોકવા અને ૨૪ કલાકની અંદર તમામ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પરથી તમામ વીડિયો દૂર કરવાનો આદેશ આપ્‍યો હતો.

એબાંગ એન્‍ગોગા ઇક્‍વેટોરિયલ ગિનીમાં નેશનલ ફાઇનાન્‍શિયલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (ANIF) નો ડિરેક્‍ટર છે. લોકો તેને બેલો તરીકે પણ ઓળખે છે. પરિણીત હોવા છતાં ૪૦૦ મહિલાઓ સાથે તેના સંબંધો હોવાનો વીડિયોનો ખુલાસો ખરેખર ચોંકાવનારો છે. તેના પિતા બાલ્‍તાસર નગોંગા પોતે સેન્‍ટ્રલ આફ્રિકન ઈકોનોમિક એન્‍ડ મોનેટરી કોમ્‍યુનિટી કમિશનના અધ્‍યક્ષ છે.

(9:49 AM IST)