News of Friday, 8th November 2024
નવરાત્રિ - દિવાળી ઓટોમોબાઇલ સેક્ટરને ફળી : ગુજરાતમાં ૨.૯૪ લાખ વાહનો વેચાયા
ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં ૨.૧૦ લાખ ટુ વ્હીલર, ૬૪ હજાર ફોર વ્હીલર, સાત હજાર ટ્રક વેચાયા

નવી દિલ્હી, તા.૮: મંદીની વાતો વચ્ચે દિવાળી અને નવરાત્રિમાં ગુજરાત સહિત દેશભરમાં રેકોડબ્રેક વાહનો વેચાતા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટીમાં ચાંદી ચાંદી થઇ ગઇ છે. માત્ર ગુજરાતમાંજ ઓક્ટોબર મહિનામાં ૨,૯૪,૨૯૬ વાહનો વેચાય છે. જ્યારે દેશભરમાં ઓક્ટોબર માસમાં ૨૮,૩૨,૯૪૪ વાહનો વેચાયા છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસીએશન(ફાડા) ગુજરાતના -ણવ શાહના જણાવ્યા મુજબ જાહેર કરવામાં આવેલી આંકડાકીય મહિતી મુજબ નવેમ્બર મહિનામાં ગુજરાતમાં રેડોકબ્રેક વાહનોનું વેચાણ થયું છે. જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે નવેમ્બર માસમાં લગભગ ૭૪ હજાર કરતાં વધુ વાહનો વેચાયા છે. ચાલું વર્ષે નવેમ્બર માસમાં ૨૯૪૨૯૬ વાહનો વેચાયા છે.
જેમાં ટુ વ્હીલર ૨,૧૦,૧૨૧, થ્રી વ્હીલર ૧૨૧૫૯, ફોર વ્હીલર( કોમર્શિયલ) ૧૦૦૪૬ , ફોર વ્હીલર (પ્રાઇવેટ) ૫૪૯૪૯ તાતા ટ્રક અને મોટા વાહનો ૭૦૨૧નો સમાવેશે થા ચે જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે તે નવેમ્બર માસમાં ૨૮,૩૨,૯૪૪ વાહનોને વેચાયા છે. જેમાં ૨૦.૬૫ લાખના ટુ વ્હીલર જ વેચાયા છે. ગુજરાતમાં દર વર્ષે વાહનોના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ૩૩ ટકાનો વધારો નોંધાયો છે. માત્ર નવરાત્રિમાંજ ગુજરાતમાં ૩ હજાર કરોડના વાહનો વેચાયા હતા. ફાડા દ્વારા નવેમ્બર માસના અંતમાં અઢી લાખ કરતાં વધારે વાહનો વેચાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જો કે તેના અંદાજ કરતાં પણ ૪૫ હજાર વધુ વાહનો વેચાયા છે. કોરોના બાદ લોકો કારની ખરીદી વધુ કરી રહ્યા છે. જેને લઇને બેઝીક કારનું વેચાણ સતત વધી રહ્યુ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સેકન્ડ હેન્ડ કાર ઇન્ડસ્ટ્રીમાં પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થઇ રહ્યું છે.
દિવાળી- નવરાત્રિ ટાણે ચોક્કસ મુ્હુર્તમાં વાહનની ડીલીવરી લેવા માટે લોકોએ છ મહિના પહેલાથી બુકીંગ કરાવી લીધા હતા. હજુ પણ ચોક્કસ કાર માટે લોકો છ મહિના કરતાં પણ વધુ વેઇટીંગ હોવા છતાં બુકીંગ કરાવી રહ્યા છે. બીજી તરફ ઘણી કારમાં આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે થયેલા અસાધારણ વેચાણને લઇને તમામ ડિલર્સ આનંદમાં આવી ગયા છે.(
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
