News of Friday, 8th November 2024
મહિલા ડોક્ટરને ભડાકા કરવાનો શોખ ભારે પડયો

રૂદ્રપુર, તા.૮: ઉત્તરાખંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી થાર વાહન પાસે હવામાં પિસ્તોલથી ફાયરિંગ કરતી જોવા મળી રહી છે. યુવતી વ્યવસાયે ડૉક્ટર છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મામલાની નોંધ લીધી અને મહિલા ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર શહેરની કોલોનીમાં રહેતી મહિલા ડૉક્ટર આંચલ ઢીંગરાનો છે. આ વીડિયો ગદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કરતારપુર ફાર્મ હાઉસનો હોવાનું કહેવાય છે જ્યાં યુવતી થાર વાહનની સામે લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા કેપ્શનમાં પોલ્યુશન ફ્રી દિવાળી લખવામાં આવ્યું છે.
આ વીડિયો દિવાળીનો હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા ડૉક્ટરે દિવાળીની રાત્રે તેના ફાર્મ હાઉસમાં થાર વાહન સાથે એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલા ડૉક્ટર ગુરુમા એડવાન્સ ડેન્ટલ કેરમાં કામ કરે છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
