<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સલમાનખાન અને લોરેન્સ બિશ્નોઈના નામવાળા ગીત મુદ્દે ગીતકારને એક મહિનામાં ઘાતક ગંભીર પરિણામ ભોગવવા પડશે, તેની હાલત એવી થઈ જશે કે તે ફરીથી ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે : લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા વધુ એક ધમકી : મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને સલમાન ખાનના નામના નામે ધમકીભર્યો મેસેજ મળતા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ

મુંબઈ તા.૮ :  ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ગુરુવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા વધુ એક જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને સલમાન ખાનના નામના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને આપી ધમકી

મળતી માહિતી મુજબ એક ગીતને લઈને આ ધમકી આપવામાં આવી છે. આ ગીતમાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈના નામ સામેલ છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે ગીતકારને એક મહિનામાં ઘાતક ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેની હાલત એવી થઈ જશે કે તે ફરીથી ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે. 

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મળ્યો ધમકીભર્યો મેસેજ

મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને ગઈકાલે રાત્રે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અભિનેતા સલમાન ખાનના નામે આ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. વરલી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. ગઈકાલે શાહરુખ ખાનને પણ ધમકી આપીને 50 લાખ રુપિયા માંગવામાં આવ્યા છે.

(1:00 PM IST)