News of Friday, 8th November 2024
ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડી વધવાની સંભાવના વચ્ચે હવે કેટલાક રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 6 દિવસ માટે વરસાદની આગાહી
કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના

નવી દિલ્હી તા.૮ : ટૂંક સમયમાં ઠંડીનો અહેસાસ થઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ટૂંક સમયમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના
બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ગાઢ ઘુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે દેશના અન્ય રાજ્યોમાં ઠંડી અનુભવાઈ શકે છે.
આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
ભારતીય હવામાન વિભાગે 8 થી 13 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવા વરસાદ અને ઊંચા પહાડોમાં સતત હિમવર્ષાને કારણે ઠંડી વધી છે. મેદાની વિસ્તારોમાં હજુ પણ ગરમીની અસર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
દિલ્હી અને એનસીઆરમાં ધુમ્મસભર્યું વાતાવરણ
દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે અને રાત્રે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહી શકે છે. યુપીના પશ્ચિમી અને પૂર્વીય જિલ્લામાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
