<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મહાકુંભ-ર૦રપની તૈયારીનો ધમધમાટઃ રસ્‍તા ૩૦મી સુધીમાં પહોળા કરાશે

વિશ્વભરમાંથી ૪૦ કરોડ ભાવિકો પ્રયાગરાજ આવશે

પ્રયાગરાજઃ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભ ર૦રપ માટે ૩૦ નવેમ્‍બર સુધીમાં સંગમ તરફ જતા રસ્‍તા પહોળા કરવાનું કામ ચાલુ છે. અધિકારીઓ મુજબ ર૦રપના કુંભ મેળામાં ૪૦ કરોડ લોકો પ્રયાગ રાજ આવે તેવી ધારણા છે. જે ગત કુંભ મેળા કરતા દોઢથી બે ગણી સંખ્‍યા છે. મહાકુંભમાં આવનાર ભાવિકો સંગમ સ્‍થાન અચુક જાય છે.

તેમણે વધુમાં જણાવેલ કે આખા શહેરના જે ૩૦ મી સુધીમાં પુર્ણ કરવામાં આવે તેવું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. તમામ રસ્‍તાઓ ભાવિકોની સંખ્‍યાને ધ્‍યાનમાં રાખી ડબલ પહોળા કરવામાં આવી રહયા છે. ઉપરાંત પ્રયાગરાજ જંકશનથી સંગમને જોડતો ત્રિવેણી રોડ અને દારાગંજ રિવર ફ્રન્‍ટ રોડનું નિર્માણ કાર્ય પણ અંતિમ તબકકમાં છે.

(1:45 PM IST)