<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જયશંકરની કોન્‍ફરન્‍સ પ્રસારીત કરનાર ઓસ્‍ટ્રેલીયન ચેનલ ઉપર કેનેડાનો પ્રતિબંધ

 

નવી દિલ્‍હી, તા., ૮: કેનેડા સાથે સંબંધો સતત બગડવા દરમિયાન કેનેડીયન સરકારે ઓસ્‍ટ્રેલીયા ટુડેના એ સોશ્‍યલ હેન્‍ડલને બેન કર્યુ છે. જેના પર ભારતના વિદેશ મંત્રી જયશંકર અને ઓસ્‍ટ્રેલીયન ફોરેન મિનીસ્‍ટરની પ્રેસ કોન્‍ફરન્‍સનું પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.

એસ.જયશંકરે થોડા દિવસો પહેલા કેનેડાના એ આરોપોનું ખંડન કરેલ. જેમાં ગૃહમંત્રી શાહને કેનેડામાં શીખ કાર્યકરોને નિશાન બનાવવાનો આદેશ આપ્‍યો હતો. ઉપરાંત વિદેશ ખાતાના પ્રવકતા જયસ્‍વાલે અભિવ્‍યકિતની આઝાદી પ્રતિ કેનેડાનું પાખંડ ગણાવી જણાવેલ કે જયશંકરે ફકત ભારત વિરોધી તત્‍વોને આપવામાં આવતા સંરક્ષણનો જ મુદ્દો ઉઠાવ્‍યો હતો.

(1:46 PM IST)