News of Friday, 8th November 2024
કાશ્મીરમાં વધુ એક અથડામણઃ બે આતંકીઓનો સફાયો

(સુરેશ દુગ્ગર દ્વારા)જમ્મુ તા.૮: કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના સોપોરના સાગીપુરા વિસ્તારમાં ચાલી રહેલ અથડામણમાં બે અજાણ્યા આતંકવાદી માર્યા ગયાનું અધિકારીઓએ જણાવ્યું છે.
એક ઉચ્ચ અધિકારી મુજબ સાગીપુરાના પાણીપૂરામાં આતંકવાદીઓની હાજરી અંગે વિશ્વાસનીય માહિતી મળ્યા બાદ સંયુક્ત અભ્યાન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાદીપૌરા વિસ્તારમાં કેટલાક આતંકીઓની હાજરીની સૂચના મળતા એક અભિયાન શરૂ કરાયું હતું.જોકે તકેદારી રૂપે રાત્રે અભિયાન રોકી દેવામાં આવ્યું હતું અને આજે સવારે ફરીથી શરૂ કરાયું હતું.
તેમણે જણાવેલ કે સુરક્ષા દળો જેવા શંકાસ્પદ સ્થાને પહોંચ્યા ત્યારે છુપાયેલા આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરીંગ શરૂ થયું અને ત્યારબાદ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા. અભિયાન હજી પણ ચાલુ જ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરી કાશ્મીરમાં આ ત્રીજી અથડામણની ઘટના છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
