News of Friday, 8th November 2024
વેપારી ૩૦ દિવસમાં બિલ અપલોડ ન કરે તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ નહી મળે
વાર્ષિક રૂ.૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ

નવી દિલ્હી, તા.૮: વાર્ષિક રૂ. ૧૦ કરોડ કે તેનાથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ તેમના ઈ-ઇન્વોઈસ ઇલેક્ટ્રોનિક બિલ ૩૦ દિવસમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક પર અપલોડ ન કરે તો તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે નહિ. ઇન્વોઈસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ઈ-ઇન્વોઈસ અપલોડ કરે તે પછી જ તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરી શકશે. પાંચમી નવેમ્બરે આ અંગેની એક એડવાઈઝરી બહાર પાડી દેવામાં આવી છે. આ નવી જોગવાઈ કરતો નિયમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે દાખલ કર્યો છે. જોકે તેનો અમલ પહેલી એપ્રિલ ૨૦રપથી કરવાનું નક્કી કર્યું છે.
ઇ-ઇન્વોઈસ ઇશ્યૂ કરાવ્યાના ત્રીસ દિવસ બાદ તે ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે તો તેના થકી મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે જ નહિ. ઇન્વોઈસ, ક્રેડિટ નોટ્સ, ડેબિટ નોટ્સ સહિતના તમામ ઇન્વોઇસને માટે આ જોગવાઈ લાગુ પડશે. આ તમામ માટે આઈઆરએન-ઇન્વોઇસ રિર્પોટિંગ નંબર જનરેટ કરવો ફરજિયાત છે. અત્યારે આ નિયમ રૂ.૧૦૦ કરોડથી વધુનુ કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવનારા એકમોને જ લાગુ કરવામાં આવેલો છે. હવે આ નિયમ વાર્ષિક રૂ.૧૦ કરોડ કે તેનાથી વધુ ટર્નઓવર ધરાવનારા એકમોને માટે લાગુ કરી દેવામાં આવ્યું છે.
ત્રીસ દિવસમાં આઈઆરપી પોર્ટલ પર વેપારી ઇ-ઇન્વોઈસ અપલોડ કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં પોર્ટલ જ પોતે તે ઇન્વોઇસને રિજેક્ટ કરી દેશે. ઇન્વોઈસ જનરેટ કર્યાના ૩૦ દિવસમાં તેને અપલોડ કરી દેવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો પહેલી નવેમ્બરે ઇશ્યૂ કરવામાં આવેલું ઇ-ઇન્વોઇસ ૩૦મી નવેમ્બર પછી પોર્ટલ પર અપલોડ કરી શકાશે જ નહિ. તેના થકી મળવાપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓએ ગુમાવી દેવી પડશે.
ઇં-ઇન્વોઈસ ત્રીસ દિવસ વીતિ ગયા પછી અપલોડ કરવામાં આવશે તો આ ઇન્વોઇસને માન્ય રાખવામાં આવશે નહિ. તેથી તે બિલ મેળવનાર વ્યક્તિ પણ તેના પરની ઇનપુટ ટેક્સક્રેડિટ મેળવી શકશે નહિ. તેનાથી બિઝનેસના કામકાજ પર પણ વિપરીત અસર પડશે. કારણ કે ટ્રાન્સપોર્ટ્સ યોગ્ય કે કાયદેસરના ઇ-ઇન્વોઇસ વિના તેમનો માલ ટ્રાન્સપોર્ટેશન માટે સ્વીકારશે જ નહે. તદુપરાંત તેનો અમલ ન કરવામાં આવે તો સંબંધિત પાર્ટીના આર્થિક વહેવારોની સ્ક્રૂટિની પણ થશે, તેમ જ તે વેપારીને દંડ પણ થશે.
ઇ-ઇન્વોઇસ નોર્મલ પ્રોસિજરથી અપલોડ કરી દેવામાં આવશે તો નેટવર્ક પરથી જ સંબંધિત વેપારીને જણાવી દેવામાં આવશે કે માલનું વેચાણ કરનાર વ્યક્તિએ કેટલો જીએસટીએન જમા કરાવવાનો થાય છે તેની ખરીદનારને જાણ કરી દે છે. તેમ જ તેમ જ વેચનારને તે કેટલી રકમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ક્લેઈમ કરી શકશે તેની જાણકારી પણ આપી દેશે. હા, તેને માટે ઇ-ઇન્વોઈસ સમયસર અપલોડ કરવું જરૂરી છે. તેના ૫ર ભરવાનો થતો ટેક્સ પેમેન્ટમાં વિલંબ થાય તો ખરીદનાર ૫૨ તેની અસર પડે છે. તેમ જ વેચનારને મળવાને પાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવામાં વિલંબ થાય છે. કેટલાક વહેવારોમા જીએસટી ભરવાનો ન થતો હોય તો તેમાં ટેક્સ ભરવાનો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરવાનો સવાલ ઊભો થશે નહિ. છતાં તે ઇ-ઇન્વોઈસ અપલોડ કરવું ફરજિયાત છે. તે અપલો કરવામાં આવશે તો હિસાબ કરતી વખતે તેનું મેળવણું કરવામાં સરળતા રહેશે, ઇ- ઇન્વોઈસ અપલોડ કરવામાં આવતાની સાથે જ કયૂઆર કોડ પણ જનરેટ થશે. આ કયૂઆર કોડનો ઉપયોગ ઇન્વોઈસની અધિકળતતાની ચકાસણી કરવા માટે કરવામાં આવશે
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
