<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જવેલરી વેસ્‍ટેજના નવા નિયમો જાહેર કરાયા : ૧લી જાન્‍યુઆરીથી અમલ થશે

એક સમયે ૦.૭૫ ટકા જ વેસ્‍ટેજનો નિયમ કરાયો હતો સોના અને ચાંદીના જવેલરી ઉત્‍પાદન ઉપર ૫ ટકા વેસ્‍ટેજ માન્‍ય ગણાતું

મુંબઇ, તા.૮: જીએસટી (ડાયરેક્‍ટર જનરલ ફોરેન ૩૩) દ્વારા જ્‍વેલરી વેસ્‍ટેજના નવા નિયમો જાહેર કરવામાં આવ્‍યા છે. જેનો અમલ ૧લી જાન્‍યુઆરી, ૨૦૨૫થી કરવામાં આવનાર છે. અત્‍યાર સુધી જવેલરી તેયાર કર્યા બાદ તેને વિદેશ મોકલવામાં આવે ત્‍યારે સરકાર દ્વારા પ ટકા વેસ્‍ટેજ માન્‍ય ગણાતું હતું. પરંતુ મે મહિનામાં નવા નિયમ પ્રમાણે જ્‍વેલરીમાં માત્ર ૦.૭૫ ટકા જ વેસ્‍ટેજનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. તેની સીધી અસર જ્‍વેલરી એક્‍સપોર્ટ પર પડનાર હોવાથી જીજેઈપીસી સહિતના સંગઠનો દ્વારા કરાયેલી રજુઆત બાદ ડીજીએફટીએ જવેલરી વેસ્‍ટેજ પરના ઘટાડાનો અમલ ૩૧ જુલાઇ સુધી મોકુફ ૨૦૨૫થી જવેલરી વેસ્‍ટેજના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

જ્‍વેલરી વેસ્‍ટેજના નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ સોનાની પ્‍લેઈન જ્‍વેલરી, આર્ટિકલ, ઓર્નામેન્‍ટ, મંગળસુત્ર હાથથી બનાવવામાં આવ્‍યું હશે તો ર.૨૫ ટકા વેસ્‍ટેજ ગણવામાં આવશે. બીજી બાજુ આજ જવેલરી મશીનથી બનાવવામાં આવી હશે તો ૦-૪૫ ટકા વેસ્‍ટેજ માન્‍ય ગણાશે. આજ રીતે ઉપરોક્‍ત જ્‍વેલરી ચાંદીમાં હાથથી બનાવવામાં આવી હોય તો ૩ ટકા વેસ્‍ટેજ અને મશીનથી બનાવવામાં આવી હોય તો ૦.૫૦ ટકા વેસ્‍ટેજ ગણાશે. સોના કે ચાંદીમાં બતાવવામાં આવેલી સ્‍ટેડડ જ્‍વેલરી હેન્‍ડમેડ હશે તો ૪ ટકા વેસ્‍ટેજ અને મશીનથી બનાવવામાં આવી હોય તો ૨.૮૦ ટકા વેસ્‍ટેજ માન્‍ય ગણાશે. ઉલ્લેખનીય છે કે. જ્‍વેલરી બનાવતી વખતે જ્‍વેલર્સને અમુક ડિઝાઈનોમાં વેસ્‍ટેજનું પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ ડીજીએફટીના કાયદા પ્રમાણે જ્‍વેલર્સને વેસ્‍ટેજમાં જે છુટ આપવામાં આવી હતી, તેનાથી જ્‍વેલરી ઈન્‍ડસ્‍ટ્રીમાં નારજગી હતી. દરમિયાન એકપરિપત્ર બહાર પાડી તમામ પ્રકારની જવેલરી માટે વેસ્‍ટેજના ધારાધોરણ નક્કી કરવામાં આવ્‍યા છે. જે મુજબ હવે એક્‍સ્‍પોર્ટસ વિદેશથી સોના-ચાંદીની આયાત કરી જ્‍વેલરી એકસ્‍પોર્ટ કરતી વખતે નવા કાયદા મુજબ વેસ્‍ટેજનો લાભ મેળવી શકશે. જોકે, નવા નિયમોને લઈ જ્‍વેલર્સમાં નારાજગીની બુમ ઉઠી છે.

(3:15 PM IST)