કલમ ૩૭૦ મુદ્દે હોબાળોઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ધારાસભ્યોનું હલ્લાબોલ
ધારાસભ્યો વચ્ચે મારામારી અને ઝપાઝપીના દ્રશ્યોઃ માર્શલે ધક્કા મારીને કાઢી મૂકયા

શ્રીનગર, તા.૮: જમ્મુ-કાશ્મીર વિધાનસભા જાણે યુદ્ધ મેદાન બની ચુકયુ છે. અનુચ્છેદ ૩૭૦ પર હોબાળો આજે પણ યથાવત રહ્યો. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે સતત બીજા દિવસે સંઘર્ષ શરૂ જ રહ્યો. ત્યારબાદ માર્શલ એન્જિનિયર રશીદના ભાઈ અને આવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખને ગળહમાંથી બહાર લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તેઓ પડી ગયા. આજે પણ કંઈક આવું જ થયું હતું, ગળહમાં આ -કારની ઘટનાથી દરેક લોકો શર્મશાર થઈ ગયા હતાં. ધારાસભ્ય એકબીજા સાથે મારામારી પર આવી ગયાં હતાં. પદની ગરિમા સુધીનો પણ કોઈને વિચાર ન આવ્યો. આજેપણ વિધાનસભાનો નજારો કંઈક આવો જ રહ્યો. ગઈકાલે એન્જિનિયર રશીદના ભાઈએ અનુચ્છેદ ૩૭૦ પુનઃસ્થાપિત કરતું બેનર બતાવતા હોબાળો શરૂ થયો હતો.
આજે ફરી આ પ્રકારના બેનર બતાવવામાં આવ્યા હતાં. બેનરના પ્રદર્શન પર કુપવાડાથી પીડીપી ધારાસભ્યએ હોબાળો શરૂ કર્યો હતો. ભાજપ ધારાસભ્યોએ તેના પર નારાજગી વ્યક્ત કરતાં નારા લગાવવાના શરૂ કરી દીધા હતાં. ભાજપ ધારાસભ્યો અનુચ્છેદ ૩૭૦ની સામેના પ્રસ્તાવ પર સતત વિરોધ કરી રહ્યા છે. સત્ર શરૂ થતાં જ ભાજપ ધારાસભ્યોએ ઉભા થઈને સ્પીકર અને પીડીપી ધારાસભ્યો સામે નારા લગાવી વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું.
અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(A)ના પ્રસ્તાવના કારણે વિધાનસભા યુદ્ધનું મેદાન બની રહ્યું છે. આજેપણ વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. ધારાસભ્ય એકબીજા સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતાં. એવામાં માર્શલ અવી ગયાં અને ખુર્શીદ શેખને પકડીને ગળહમાંથી બહાર કરી દીધાં. આ દરમિયાન તે નીચે પડી ગયાં. ત્યારબાદ પણ ભાજપ ધારાસ્યોનો નારા અને વિરોધ પ્રદર્શન શરૂ જ રહ્યું.
ગુરૂવારે પણ જ્યારે વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે હોબાળો અને ખેંચતાણ થઈ રહી હતી તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ પોતાની ખુરશી પર બેસીને આ નજારો જોઈ રહ્યાં હતાં. આજે તેઓએ આ વિવાદ પર કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને વિધાનસભામાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવે દુનિયાને જણાવી દીધું કે, અહીંના લોકો શું ઈચ્છે છે. ૫ ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે જે પણ થયું તે અમને મંજૂર નથી. અમે કંઈ નથી ભૂલ્યા. અમે જાણીએ છીએ કે, કેવી રીતે વસ્તુઓ વિધાનસભા દ્વારા લાવવામાં આવે.
કાશ્મીર વિધાનસભામાં છેલ્લાં ૫ દિવસથી અનુચ્છેદ ૩૭૦ની વાપસીને લઈને હોબાળો થઈ રહ્યો છે. પીડીપીએ અનુચ્છેદ ૩૭૦ સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બુધવારે ગળહમાં પાસ થઈ ગયો. ભાજપ ધારાસભ્ય તેની સામે વાંધો ઉઠાવી સતત વિરોધ કરતાં રહ્યાં. જેને લઈને ગળહમાં હોબાળો થયો હતો.(૨૩.૨૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
