News of Friday, 8th November 2024
કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા : બારામુલ્લા જિલ્લામાં સોપોરના સાગીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર
સુરક્ષા દળો સંદિગ્ધ સ્થળ પર પહોંચતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો જેના પછી ભીષણ અથડામણ

(સુરેશ એસ ડુગ્ગર દ્વારા)જમ્મુ તા.૮ : અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોપોરના સાગીપોરા વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા છે.
એક ટોચના અધિકારીએ જણાવ્યું કે પાનીપોરા, સાગીપોરામાં આતંકવાદીઓની હાજરી અંગે વિશ્વસનીય માહિતી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાગીપોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ ગઈકાલે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જોકે, સાવચેતીના પગલારૂપે રાત્રે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને આજે સવારે સૂર્યોદય બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળો સંદિગ્ધ સ્થળ પર પહોંચતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો, જેના પછી ભીષણ અથડામણ થઈ.
તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ઓપરેશન ચાલુ છે. ઉત્તર કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ ત્રીજી એન્કાઉન્ટર છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
