<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

અમદાવાદથી અયોધ્યા જતી બસને અકસ્માત : 46 મુસાફરો ઘાયલ : 5 ની હાલત ગંભીર

અમદાવાદથી ઉપડેલી બસને શાહજહાંપુરમાં નડ્યો અકસ્માત: રસ્તા પર ઊભેલી રોડવેઝની બસને બચાવવા જતા થયો અકસ્માત,

ઉત્તરપ્રદેશઃ અયોધ્યા જતી ગુજરાતીઓને બસનો અકસ્માત નડ્યો છે , આ અકસ્માતમાં 46 મુસાફરો ઘવાયાં છે જેમાં  પાંચની હાલત ગંભીર બતાવાઈ રહી છે, તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે 

  જાણવા મળ્યા મુજબ અમદાવાદથી ઉપડેલી બસને શાહજહાંપુરમાં અકસ્માત નડ્યો છે, રસ્તા પર ઊભેલી રોડવેઝની બસને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે, રસ્તાની બાજુમાં આવેલી ઝાડીમાં બસ ઘુસી જતા મુસાફરો ઘવાયાંછે

 અમદાવાદથી કેટલાક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. ત્યારે શાહજહાંપુરમાં 56 શ્રદ્ધુાળુઓને લઈ જતી બસના રોડવેઝની બસ સાથે અથડાતા 51 થી વઘુ શ્રદ્ધાળુઓને ઈજા થવા પામી હતી. જ્યારે 5 શ્રદ્ધાળુઓને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

   વધુમાં મળતી વિગત મુજબ  હરિદ્રારથી અયોધ્યા જતી ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો હતો. અકસ્માત નડ્યો હતો. ગુજરાતનાં યાત્રાળુઓને લઈ જતી સારથી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. શાહજહાંપુર જીલ્લાનાં મીરાનપુર કટરા પાસે બસ સ્થાનિક રોડવેઝની બસની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બસ નરોડાથી યાત્રિકોને લઈ હરિદ્રાર જવા નીકળી હતી. હરિદ્રારથી અયોધ્યા જતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર સહિત 5 યાત્રાળુઓને શાહજહાંપુર મેડીકલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(7:05 PM IST)