<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રોહિણી નિલેકણી દેશના સૌથી મોટા મહિલા દાનવીર : રૂપિયા 154 કરોડનુ કર્યું ડોનેશન

હુરુન ઈન્ડિયાએ મહિલા દાનવીરોની પણ યાદી જાહેર કરી :આ મહિલાઓની સંયુક્ત દાનની રકમ રૂપિયા 724 કરોડ

નવી દિલ્હી : હુરુન ઈન્ડિયાએ દેશના સૌથી મોટા દાનવીરોની માહિતી જાહેર કરી છે. આ સાથે હુરુન ઈન્ડિયાએ મહિલા દાનવીરોની પણ એક યાદી જાહેર કરી છે. આ મહિલાઓની સંયુક્ત દાનની રકમ રૂપિયા 724 કરોડ છે અને વર્ષ 2024ના દાતાઓની યાદીમાં તેમનું યોગદાન 8 ટકા જેટલુ છે.

રોહિણી નિલેકણી દેશના સૌથી મોટા મહિલા દાનવીરોની યાદીમાં મોખરાના સ્થાને છે અને તેમણે વાર્ષિક રૂપિયા 154 કરોડનું દાન કર્યું હતુ. સરેરાશ દરરોજ રૂપિયા 42 લાખનું દાન કર્યું હતું.

આ ઉપરાંત સૌથી મોટા મહિલા દાનવીરોની યાદીમાં સુષ્મીતા બાગચી છે, જેમણ રૂપિયા 90 કોડનું દાન કર્યું હતું. ત્યારબાદ ત્રીજા ક્રમાંક પર કિરણ મઝુમદાર શો છ, જેમણે રૂપિયા 85 કરોડનું દાન કર્યું છે.

આ ઉપરાંત મુથૂટ ફાયનાન્સન સારા જ્યોર્જ મુથૂટ રૂપિયા 74 કરોડના દાન સાથે ચોથા ક્રમાંક પર છે. રૂપિયા 48 કરોડ દાન સાથે થર્મેક્સ ફાઉન્ડેશનના અનુ અગા એન્ડ ફેમિલી પાંચમા, યુએસવીના લીના ગાંધી તેવરી રૂપિયા 25 કરોડ દાન સાથે 6ઠ્ઠા ક્રમાંક પર છે.

ઈના અશ્વિન દાની રૂપિયા 18 કરોડના દાન સાથે 9માં ક્રમાંક પર છે. હુરુન રિસર્ચના તારણો પ્રમાણે 21 મહિલા દ્વારા સરેરાશ રૂપિયા 5 કરોડનું દાન ક્યું છે. હુરુન ઈન્ડિયાની ફિલાન્થ્રોપી યાદી 2024માં 4 વર્ષના મહિમા દતલા સૌથી યુવા મહિલા દાનવીર છે.

(8:53 PM IST)