News of Monday, 11th November 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ૧૫ : મસ્તકના સાત દ્વારોને પોતાના હાથો વડે બંધ કરતા આંખોની વચ્ચેનું સ્થાન સર્વગ્રાહી બની જાય છે
આ એક પુરાણીમાં પુરાણી વિધી છે અને એનો બહુ જ પ્રયોગ થયો છે. આ સહેલામાં સહેલી વિધીઓમાંની એક છે. મસ્તકના બધા દ્વાર, આંખ, કાન, નાક, મોં બધાને બંધ કરી દો. જયારે મસ્તકના બધા દ્વાર બંધ થઇ જાય છે તો તમારી ચેતના જે સતત બહાર વહી રહી છે તે એકાએક રોકાઇ જાય છે. ઠહેરી જાય છે. હવે તે બહાર જઇ શકતી નથી. તમારી ચેતના હવે ગતિ કરવાનું બંધ કરી દે છે. અને તે ભીતર સ્થિર થઇ જાય છે. એનું એ ભીતર સ્થિર થઇ જવું તમારી આંખોની વચ્ચે સ્થાન બનાવી દે છે. એ સ્થાન ત્રિનેત્ર, તીસરી આંખ કહેવાય છે. જો મસ્તકના બધા દ્વારા બંધ કરી દેવામાં આવે તો તમે બહાર ગતિનહી કરી શકો કારણ કે તમે હંમેશા એ દ્વાર મારફત બહાર જાઓ છો. ત્યારે તમે ભીતર સ્થિર થઇ જાઓ છો અને એ સ્થિર થવું, એકાગ્ર થવું એ બે આંખો,સાધારણ આંખોની વચ્ચે ઘટે છે. ચેતના એ બે આંખો વચ્ચેના સ્થાનમાં કેન્દ્રિત થઇ જાય છે. એ સ્થાનને જ ત્રિનેત્ર કહીએ છીએ.
આ સ્થાન સર્વગ્રાહી, સર્વવ્યાપક બની જાય છે. આ સુત્ર કહે છે કે આ સ્થાનમાં બધું મળેલું છે. આખુ અસ્તિત્વ સમાયેલુ છે. જો તમે એ સ્થાનનો અનુભવ કરી લો તો તમે બધાનો અનુભવ કરી લીધો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
