<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

બાબા સિદ્દીકીને જેણે ગોળી મારી હતી તે શૂટરની યૂપીમાંથી ધરપકડ

લોરેન્‍શ બિશ્‍નોઈ ગેંગ સાથે સંબંધ હોવાની કબૂલાત . વિદેશમાં બેઠેલા અનમોલ બિશ્‍નોઈની સૂચનાથી આ હત્‍યાકાંડ આચરવામાં આવ્‍યો હોવાનું પણ બહાર આવ્‍યું

મુંબઈ, તા.૧૧: બાબા સિદ્દીકી પર ગોળીબાર કરનાર શૂટર શિવકુમાર આખરે ઝડપાઈ ગયો છે. યુપી એસટીએફ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચે સંયુક્‍ત ઓપરેશનમાં યુપીના બહરાઈચમાંથી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર તે બહરાઈચ બોર્ડરથી નેપાળ ભાગી જવાનો પ્‍લાન બનાવી રહ્યો હતો.

અનુરાગ કશ્‍યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્‍તવ, અખિલેન્‍દ્ર પ્રતાપ સિંહની શિવકુમારને આશ્રય આપવા અને નેપાળ ભાગી જવા માટે મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તમામ એક જ ગામ ગાંડારાના રહેવાસી છે અને બધા મિત્રો છે. શિવકુમારે જ બાબા સિદ્દીકીને બે ગોળી મારી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું.

શિવકુમારે યુપી પોલીસની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેણે લોરેશ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાની કબૂલાત કરી છે. વિદેશમાં બેઠેલા અનમોલ બિશ્‍નોઈની સૂચનાથી આ હત્‍યાકાંડ આચરવામાં આવ્‍યો હોવાનું પણ બહાર આવ્‍યું હતું. બાબા સિદ્દીકીની હત્‍યાના થોડા કલાકો પછી સૌપ્રથમ કહ્યું કે આ હત્‍યા પાછળ લોરેશ બિશ્‍નોઈ ગેંગનો હાથ છે. શિવ કુમારે પૂછપરછ દરમિયાન જણાવ્‍યું કે શુભમ લોંકરે તેને અનમોલ બિશ્‍નોઈ સાથે વાત કરવા માટે મળ્‍યો હતો.

બાબા સિદ્દીકીની હત્‍યા બાદ શૂટર શિવકુમાર ફરાર થઈ ગયો હતો. જ્‍યારે તેના બે સહયોગી ધરમરાજ અને શૂટર ગુરમેલ સિંહની એક જ સમયે ધરપકડ કરવામાં આવી હતી. બંને શૂટરોએ લોરેન્‍સ બિશ્નોઈના કહેવા પર હત્‍યાની કબૂલાત પણ કરી હતી. એવું પણ કહેવામાં આવ્‍યું હતું કે મહારાષ્‍ટ્રના રહેવાસી શુભમ સોનકર અને જલંધરના રહેવાસી મોહમ્‍મદ યાસીન અખ્‍તરે તેમને બાબા સિદ્દીકીના લોજિસ્‍ટિક્‍સ અને લોકેશન વિશે માહિતી આપી હતી.

(10:46 AM IST)