News of Monday, 11th November 2024
દારૂના નશામાં ટલ્લી થયેલો યુવક ગરમ ગરમ દૂધની કડાઈમાં પડતા મોત
આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ

કાનપુર, તા.૧૧: ઉત્તર પ્રદેશના કાનપુરના બાબુપુરવા વિસ્તારમાં શનિવાર રાતે એક યુવક નશાની હાલતમાં ભઠ્ઠીમાં ગરમ થઈ રહેલા દૂધની કડાઈમાં પડી ગયો હતો. જેનાથી તે ગંભીર રીતે દાઝી ગયો અને સારવાર દરમ્યાન તેનું મોત થઈ ગયું. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
કહેવાય છે કે, કાનપુરના કિદવઈ નગર ચોક નજીક હરિ ઓમ સ્વીટ્સની દુકાન પર દૂધની કડાઈ નજીક દારૂના નશાની હાલતમાં સુમેરપુર જિલ્લા હમીરપુરના રહેવાસી મનોજ કુમાર આવ્યો હતો. આ દરમ્યાન તેણે દૂધની કડાઈમાં હાથ લગાવી દીધો. જેનાથી કડાઈ તેના પર પડી. તેનાથી યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘટનાની જાણકારી મળતા બાબુપુરવા ચોકીની પોલીસ આવી પહોંચી અને ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે તેનું મોત થઈ ગયું.
મળતકની માતાએ જણાવ્યું કે, દીકરો કાનપુરમાં એકલો રહેતો હતો અને શનિવારની રાતે દુકાન પર નાસ્તો કરવા ગયો હતો. તેના પર દૂધની કડાઈ કેવી રીતે પડી એ નથી ખબર. સવારે પોલીસે જણાવ્યું કે, તેનું મોત થઈ ગયું. દુકાન માલિક જીતેન્દ્ર સાહુનું કહેવું છે કે, ઙ્કતે સાંજે દારૂના નશાની હાલતમાં આવ્યો હતો. બે વાર દુકાન તરફ આવ્યો તો અમે ભગાડી દીધો.
ત્યાર બાદ તે ફરીથી આવી ગયો. અમે દુકાનમાં વ્યસ્ત હતાં. તે જ સમયે તેણે કડાઈમાં હાથ મારી દીધો. જેનાથી કડાઈ પડી ગઈ. અને ગરમ ગરમ દૂધ તેના પર પડી ગયું. ત્યાર બાદ અમે લોકોએ તેના પર ઠંડુ પાણી નાખ્યું અને પોલીસને સૂચના આપી. પોલીસ તેને એમ્બ્યુલન્સમાં લઈ ગઈ. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થઈ ગયું.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
