<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ભારતમાં નિર્માણ પામેલ પિનાક ફ્રાન્સ દ્વારા ખરીદવા તૈયારી

પિનાક એમબીઆરએલ ને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન વિકસિત કરે છે અને તેનું ઉત્પાદન સોલર ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા અને ઑર્ડનેન્સ ફેક્ટરી બોર્ડ કંપનીઝ વગેરે મળીને કરી રહ્યા છે

નવીદિલ્હી: ફ્રાન્સ પોતાની સંરક્ષણ જરૂરતો ને પૂરી કરવાને માટે ભારતમાં નિર્માણ પામેલ પિનાક મલ્ટી-બૈરલ રોકેટ લોન્ચર સિસ્ટમ ખરીદવા પર વિચારણા કરી રહ્યું છે. પિનાક એમબીઆરએલ ને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન વિકસિત કરી રહ્યું છે અને તેનું ઉત્પાદન સોલર ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા અને ઑર્ડનેન્સ ફેક્ટરી બોર્ડ કંપનીઝ વગેરે મળીને કરી રહ્યા છે. આવો કોઈ સોદો રક્ષા ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલની એક મોટી સફળતા સાબિત થશે. પિનાક મલ્ટી- બૈરલ રૉકેટ લૉન્ચરના મૂલ્યાંકનને માટે એક ઉચ્ચ સ્તરીય ફ્રાંસના સૈન્ય અધિકારી હાલ ભારત આવ્યા છે. ફ્રાન્સની સેનાના બ્રિગેડિયર જનરલ સ્ટીફન રીચોએ કહ્યું, અમે અમારી જરૂરતોને ધ્યાનમાં રાખીને આ મલ્ટી-બૈરલ રૉકેટ લોન્ચર સિસ્ટમનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અમને આ પ્રકારના સિસ્ટમની જરૂરત છે. તેઓએ કહ્યું કે પિનાક તથા આવા અન્ય સિસ્ટમનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફ્રાન્સના બંને વરિષ્ઠ અધિકારી બંને પક્ષોની વચ્ચે ચર્ચા કરવા માટે જ આવ્યા છે. આ અગાઉ આર્મેનિયા તેને ખરીદવાને માટે ઓર્ડર આપી ચૂક્યું છે અને અનેક અન્ય દેશ તેમાં રૂચિ બતાવી રહ્યા છે.


 

(12:16 PM IST)