<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રોકવું જરૂરીઃ નરેન્‍દ્રભાઇ મોદી

વચનામૃત છે એ જ આપણું વેદામૃત છેઃ યોગગુરૂ બાબા રામદેવઃ પુ.રાકેશ પ્રકાશ મહારાજ સહિતનાની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમોઃ વડતાલ મહોત્‍સવમાં નરેન્‍દ્રભાઇનું સંબોધનઃ ૨૦૦ રૂપીયાના ચાંદીના સિક્કાનું અનાવરણ : આજે વિજયભાઇ રૂપાણી, જગન્નાથમંદિરના પુ.દીલીપદાસજી મહારાજ સહિતનાની ઉપસ્‍થિતિઃ દરરોજ ઉમટતા અસંખ્‍ય હરિભકતો

રાજકોટ તા.૧૧: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે વડતાલધામ ખાતે વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત રહીને સંબોધન કરતા કહયું હતું કે, સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર રોકવું જરૂરી છે. કારણ કે તેનાથી સમાજને ખુબજ નુકશાન થાય છે.

શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં ભારત સરકારે શુધ્‍ધ ચાંદીના ૨૦૦ રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકળતિ સાથે બહાર પાડ્‍યો હતો. જેનું પૂજ્‍ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્‍ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્‍ય કોઠારી પૂજ્‍ય સંતવલ્લભ સ્‍વામીએ રાજીપો વ્‍યક્‍ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્‍વહસ્‍તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકળતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્‍યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ નિમિત્તે પૂજ્‍ય આચાર્ય મહારાજે દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો હદયપૂર્વક આભાર માન્‍યો હતો. કોઠારી સ્‍વામીએ આ તબક્કે દેશના ફાયનાન્‍સ મિનિસ્‍ટર શ્રીમતી નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્‍યો હતો. દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્‍પ્‍યુટસ સેટલમેન્‍ટ & અપેલેટ ટ્રિબ્‍યુનલના ચેરમેન અને દિલ્‍હી હાઈકોર્ટના પૂર્વ જસ્‍ટિસ શ્રી બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે, જય સ્‍વામિનારાયણ. ભગવાન સ્‍વામિનારાયણના ચરણોમાં ણામ કરું છું. વડતાલ ધામમાં દ્રિશતાબ્‍દી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્‍તો આવ્‍યા છે. સ્‍વામિનારાયણની પરંપરા રહી છે કે,સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્‍થાપનાના ૨૦૦ વર્ષે આ દ્રિશતાબ્‍દી મહોત્‍સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી.  આ મારા જેવા દરેક વ્‍યક્‍તિ માટે જે વડતાલ ધામમાં  આસ્‍થા સાથે જોડાયા છે. તે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્‍કળતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે.

તેમણે વધુમાં જણાવ્‍યું કે, ૨૦૦ વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્‍થાપના ભગવાન શ્રીસ્‍વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્‍યાત્‍મિક ચેતનાને જાગળત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્‍વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં ણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્રિશતાબ્‍દી મહોત્‍સવની શુભેચ્‍છા આપું છું. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે ૨૦૦ રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્‍મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતિક ચિન્‍હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્‍મળતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્‍વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્‍યક્‍તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્‍છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્‍યસ્‍તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્‍ચે જ છું. મારું મન અત્‍યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે. તેમણે વડતાલ વિશે વાત કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષાપત્રીનું મહત્ત્વનું યોગદાન છે.શિક્ષાપત્રીનું આત્‍મસાત કરવું અને તે દિશામાં આગળ વધવું તે આપણું કર્તવ્‍ય છે. વડતાલ ધામ આજે આ જ પ્રેરણાથી માનવતાની સેવા અને યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂકયું છે. વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગરામજી જેવા ભક્‍તો દીધા છે. અહીં કેટલાય બાળકોના ભોજનની, આવાસની અને કેટલાય આદિવાસી ક્ષેત્રમાં સેવાના કાર્ય ચાલી રહ્યા છે. દીકરીઓની શિક્ષાના અભિયાન પણ ચલાવી રહ્યા છે.

 અંતમાં તેમણે કહ્યું કે, વડતાલમાં સ્‍વામિનારાયણની ઙ્કાસાદિક વસ્‍તુનું મ્‍યુઝિયમ છે. કારણ કે, આ મ્‍યુઝિયમ ઓછા સમયમાં પરિચિત કરાવે છે. મને વિશ્વાસ છે કે, ભારતની આસ્‍થાનું અમર મંદિર બનશે. આ પ્રયત્‍નથી વિકસિત ભારતનો ઉદ્દેશ પૂરો થશે. હું ફરી એક વાર અહીં નથી આવી શકયો એ માટે અને સમા માંગતા વડતાલ મંદિરના મુખ્‍ય કોઠારી ડોક્‍ટર સંતવલ્લભ સ્‍વામીએ જણાવ્‍યું કે, સ્‍વામિનારાયણ વડતાલ સંસ્‍થા જ્‍યારે ૨૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્‍મળતિરૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો ૨૦૦ રૂપિયાનો સિક્કો બનાવડાવામાં આવે.આ પછી અમારા તોહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ તાર-ટપાલ, વ્‍યવહારના મંત્રી હતા તે વખતે અમારી ગોષ્ઠી થઈ હતી અને એમણે કહ્યું હતું કે, અમે બનતી મહેનત કરીશું. આમ પેપરવર્ક શરૂ કર્યું. જેમાં ઘણાં વિભાગો હેલ્‍પફુલ થયા હતા અને રીતસર જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્‍ટર ગવર્મેન્‍ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્‍યો છે. અમે માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો ૨૦૦ રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકળતિ છે. આનાથી સતસંગીઓ ગૌરવ અનુભવે છે. વડતાલના સમગ્ર હરિભક્‍તો, સંતો અને આચાર્યશ્રી અભિનંદન પાઠવે છે.

 સ્‍વામિનારાયણ સંપ્રદાયની આધ્‍યાત્‍મિક રાજધાની વડતાલ ખાતે ભવ્‍ય અને દિવ્‍ય દ્રિશતાબ્‍દી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે. આજે યોગ ગુરુ બાબા રામદેવ આ મહોત્‍સવમાં પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્‍યારે બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્‍વામી અને મુખ્‍ય કોઠારી સંતવલ્લભ સ્‍વામી તથા અન્‍ય સંતો સાથે શ્રીહરિમંડપમાં શિક્ષાપત્રી જ્‍યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી. આ પછી સભા મંડપમાં આચાર્ય મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્‍થિત ભક્‍તોને યોગનું મહત્ત્વ સમજાવ્‍યું હતું અને જણાવ્‍યું હતું કે, વડતાલ દ્રિશતાબ્‍દી મહોત્‍સવ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્‍કળતિનો મહાપર્વ છે. સ્‍વામિનારાય ભગવાન પણ મહાયોગી હતા એટલે એમના અનુયાયીઓએ પણ યોગાભ્‍યાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ.

સ્‍વામિનારાયણ સંપ્રદાયની આધ્‍યાત્‍મિક રાજધાનીમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પર્વે અહીં પ્રણામ કરી આપણી સનાતનની ગૌરવશાળી પરંપરાને જે રીતે પવિત્રતા, ત્‍યાગ અને ગુરુભક્‍તિ સાથે શરણાગતિ સાથે ભગવાન શ્રીકળષ્‍ણની ભક્‍તિનો એક વૈષ્‍ણવ પરંપરાનું એક મોટું અનુષ્ઠાન આ ધરતીથી સ્‍વયં ભગવાને પ્રારંભ કર્યો આજે તે અનુષ્ઠાન આખા વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે. તેના ૨૦૦ વર્ષની પૂર્તિ હેતુ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્‍કળતિનો મહાપર્વ છે.

મારી યોગની યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી એટલે ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. અત્‍યારે સનાતનનો ગૌરવકાળ ચાલી રહ્યો છે અને આ કાળમાં અમે સ્‍વામિનારાયણ સંપ્રદાયની આધ્‍યાત્‍મિક રાજધાની વડતાલમાં દ્રીશતાબ્‍દી મહોત્‍સવ ઉજવી રહ્યા છીએ. અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્‍યો છે. આની સ્‍મળતિઓ આપણા મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે જ. નાના બાળકો પણ સો વર્ષ સુધી દ્રિશતાબ્‍દી મહોત્‍સવને યાદ રાખશે. સ્‍વામિનારાયણ ભગવાને દરેક જ્ઞાતિના લોકોનો ઉદ્ધાર કર્યો, એકત્‍વ જોવું હોય તો શિક્ષાપત્રી અને વચનામળતમાં જોવા મળે છે.

મેં ૩૦ વર્ષ પહેલાં શિક્ષાપત્રીનો અભ્‍યાસ કર્યો છે. શિક્ષાપત્રી વાંચ્‍યા પછી જ મને ગુજરાતી બોલતા આવડ્‍યું છે. દરેક સનાતન ગ્રંથોનો સાર શિક્ષાપત્રીમાં મને વાંચવા મળ્‍યો છે. જે વચનામળત છે એ જ આપણું વેદામળત છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટું તત્ત્વ સુચિતા પૂર્ણ આચરણ અને સાધુમાં પૂર્ણ તપヘર્યાનું આચરણ તથા સ્‍વધર્મ માટે પોતાનું સર્વસ્‍વ આહૂત કરવાની શ્રદ્ધા આ દરેક બાબતે મેં જોઈ છે. આ બધું જીવનમાં આત્‍મસાત કરી લઈએ તો ધર્મ આપણા જીવનમાં અવતરિત થઈ જાય છે.(૨.૧૬)

ચાંદીના સિકકા ઉપર કોતરાયું વડતાલ મંદિરનું સુવર્ણ શિખર

વડતાલ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ પ્રસંગે ભારત સરકારે ૨૦૦ રૂ.નો ચાંદીનો સિકકો બહાર પાડયો

રાજકોટ તા.૧૧: શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં ભારત સરકારે શુધ્‍ધ ચાંદીના ૨૦૦ ઈં નો વડતાલ મંદિરની પ્રતિકળતિ સાથે બહાર પાડ્‍યો હતો. જેનું પૂજ્‍ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્‍ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય કોઠારી પૂજ્‍ય સંતવલ્લભ સ્‍વામીએ રાજીપો વ્‍યક્‍ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્‍વહસ્‍તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકળતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્‍યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.

આ નિમિત્તે પૂજ્‍ય આચાર્ય મહારાજે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીનો હદયપૂર્વક આભાર માન્‍યો હતો. કોઠારી સ્‍વામીએ આ તબક્કે દેશના ફાયનાન્‍સ મિનિસ્‍ટર શ્રીમતી નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્‍યો હતો. દ્વિશતાબ્‍દી મહોત્‍સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્‍પ્‍યુટસ સેટલમેન્‍ટ & અપેલેટ ટ્રિબ્‍યુનલના ચેરમેન અને દિલ્‍હી હાઈકોર્ટના પૂર્વ જસ્‍ટિસ બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.

(3:45 PM IST)