<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

પ્રારંભિક ઘટાડા બાદ શેર બજારમાં જોરદાર રિકવરી સેન્સેક્સ 80 હજારને પાર:બેન્કિંગ ક્ષેત્રના શેરમાં તેજી

નિફ્ટી 170 પોઈન્ટના ઉછાળા સાથે 24,317 ની સપાટીએ ટ્રેડ થયો :પાવરગ્રીડના શેર 4.41 ટકા, ટાટા મોટર્સ શેરના શેર 2.83 ટકા, TCS શેર 2 ટકા, ટેક મહિન્દ્રા 1.63 ટકા, HDFC બેંક શેર 1.51 ટકા અને ICICI બેંકના શેર 1.10 ટકા વધીને ટ્રેડ થયો

મુંબઈ : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ શરૂઆતમાં ઘટાડા સાથે કારોબાર કર્યા બાદ શેરબજારમાં અચાનક ઉછાળો આવ્યો. જોરદાર રિકવરી સાથે સેન્સેક્સ 80 હજારને પાર થઈ ગયો. તો નિફ્ટી 170 પોઈન્ટના ઉછાળા સાથે 24,317 ની સપાટીએ ટ્રેડ થયો.

પાવરગ્રીડના શેર 4.41 ટકા, ટાટા મોટર્સ શેરના શેર 2.83 ટકા, TCS શેર 2 ટકા, ટેક મહિન્દ્રા 1.63 ટકા, HDFC બેંક શેર 1.51 ટકા અને ICICI બેંકના શેર 1.10 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

 

HCL ટેક, ઇન્ફ્ટી, મારુતિ, NTPC, ITC, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ પણ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની સાથે, એસબીઆઈ, એક્સિસ બેંક, કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંકના શેર 1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

(1:12 PM IST)