News of Monday, 11th November 2024
વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ : સંતોના આશીર્વાદ લીધા

રાજકોટ : સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજા સહિત, સંતો, મહંતો અને હરીભક્તોની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લાઇવ ડીઝિટલ સંબોધનમાં, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ - ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી સહભાગી થયા હતા. આ શુભ અવસરે તેમણે સંતોગણોના આર્શીવાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે ઉપસ્થિત વિશાળ હરિભક્તોની જનમેદનીને શ્રી રૂપાણી એ સંબોધન કર્યું હતું, જે આ સાથેની તસવીરોમાં દર્શાય છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
