News of Monday, 11th November 2024
દેશવાસીઓને સાયબર ક્રાઇમ માફિયાની વાતોમાં ન ફસાવા અપીલ કરી છે!!
દેશના સન્માનિય વડાપ્રધાને પણ ‘‘મન કી બાત'' કાર્યક્રમમાં

રાજકોટ તા. ૧૧: છેલ્લા બે ત્રણ વર્ષથી સાઇબર ગુનેગારો ખુબજ સક્રિય થયા છે નીતનવા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરથી લોભામણી અથવા ડરામણી વાતો કરી લોકોને લલચાવી ડરાવી રહ્યા છે અનેક દેશવાસીઓ આવી વાતોમાં ફસાઇને પોતાની મરણ મુડી ગુમાવી આર્થિક રીતે કંગાળ થઇ રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓકટોબર માસના પોતાના મનકી બાત કાર્યક્રમમાં લોકોને સોશ્યલ મીડીયા પરથી કોઇ વાતોમાં ન ફસાવા અપીલ કરતા એમ પણ કહ્યું છે કે ‘‘સાઇબર એરેસ્ટ'' નામનો કોઇ કાયદો જ નથી માટે સોશ્યલ મીડીયામાં કોઇ પોલીસ-સીઆઇડી કે સીબીઆઇ, આઇટી ડીપાર્ટમેન્ટના કર્મચારી-અધિકારીના નામે તમે કોઇ ફ્રોડ કર્યો છે. તમારી સામે ગુન્હો નોંધાયો છે જામીન લેવા પડશે તમારા પાન-આધાર કાર્ડ પરથી ખાતામાં ફ્રોડ (છેતરપીંડી)ના પૈસા જમા થયા છે તેમ કહે તો તેવી કોઇ વાતમાં ન ફસાવા અપીલ કરી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
