તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 11th November 2024
દિલ્હી સહિત દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચાઈએ
નિકાસ વધવા સાથે સપ્લાય ઓછો હોવાને કારણે ડુંગળીની કિંમત સ્થાનિક બજારમાં વધી રહી છે

નવી દિલ્હી, તા.૧૧: દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. નિકાસ વધવા સાથે સપ્લાય ઓછો હોવાને કારણે ડુંગળીની કિંમત સ્થાનિક બજારમાં વધી રહી છે.
ડુંગળી લોકોને રડાવી રહી છે, કેમ કે દેશનાં અનેક શહેરોના બજારોમાં ડુંગળીની કિંમતો વધી ગઈ છે. જેનાથી સામાન્ય લોકો હેરાનપરેશાન છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત ૫૦થી ૭૦ રૂપિયા -તિ કિલોથી વધીને ૭૦થી ૮૦ રૂપિયા -તિ કિલો થઈ ગઈ છે. દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલોદીઠ રૂ. ૯૦થી રૂ. ૧૦૦એ વેચાઈ રહી ઠેય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવતી ડુંગળીના પુરવઠો ધીમો છે.
નાસિકની મંડીઓમાં ડુંગળીની કિંમતો પાંચ વર્ષના મહત્તમ સ્તરે પહોંચી છે. સરકારે ડુંગળીની નિકાસ પર એક્સપોર્ટ ડ્યુટી ઓછી કરી છે. જેથી બંગલાદેશમાં નિકાસ ઘણી ઝડપથી વધી છે. જોકે આ મહિનાના અંતે નવી ડુંગળીની આવકો શરૂ થતાં કિંમતો ઘટવાની અપેક્ષા છે.
ડુંગળીની વધતી કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં એક વ્યક્તિએ કહ્યું હતું કે ડુંગળીના ભાવ વધ્યા છે, જ્યારે સિઝનના હિસાબે તે નીચે આવવા જોઈએ. બજારના એક વેપારીએ જણાવ્યું હતું કે મોંઘવારીને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે ૮૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાઈ રહ્યો છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
