<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શિયાળામાં રામલલાને પશ્‍મિના શાલઃ ઊનનાં ગરમ વસ્ત્રો પહેરાવાશે

અયોધ્‍યા, તા.૧૧: અયોધ્‍યાના રામમંદિરમાં રામલલાના વિગ્રહને ઠંડી લાગે નહીં એ માટે આ વર્ષે શિયાળામાં પશ્‍મિના શાલ, ક્‍વીલ્‍ટ્‍સ અને ઊનમાંથી તૈયાર કરવામાં આવેલાં ગરમ વષાો પહેરાવવામાં આવશે અને આ વષાો દિલ્‍હીના ડિઝાઇનરો તૈયાર કરશે. ૨૦મી નવેમ્‍બર, કારતક વદ પંચમી એટલે કે અગનકી પંચમીથી આ વષાો પહેરાવવામાં આવશે. તેમને હૂંફાળા પાણીથી તાાન કરાવવામાં આવશે અને પ્રસાદમાં દહીંના બદલે રબડી-ખીર અને ડ્રાયફ્રૂટ્‍સ આપવામાં આવશે. મંદિરના ગર્ભગળહમાં હીટર બેસાડવામાં આવશે અને ખૂબ ઠંડી વખતે ગરમ પવન નાખતું બ્‍લોઅર લગાડવામાં આવશે. રામલલા પ્રિન્‍સ તરીકે બિરાજમાન હોવાથી તેમનાં વષાોને રાજવી લુક આપવામાં આવશે. રામના ભાઈઓ અને હનુમાનજી માટે પણ ઊનમાંથી વષાો તૈયાર કરાશે.

(4:31 PM IST)