News of Monday, 11th November 2024
ત્રાસવાદી પન્નુનું ‘મ્યાંઉ...મ્યાંઉ' : રામ મંદિરને ફુંકી મારશું : અયોધ્યાના પાયા હચમચાવી નાખશું
કેનેડા સરકારનાં આશીર્વાદથી ખાલીસ્તાની ત્રાસવાદીની હિંમત વધી : બન્યો બેફામ :વિડિયો જારી કરી ૧૬-૧૭ નવેમ્બરે અયોધ્યામાં હિંસા થશે તેવી ધમકી આપી

નવી દિલ્હી, તા.૧૧: કેનેડાના પ્રોત્સાહનને કારણે ખાલિસ્તાનીઓ એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે હવે ખાલિસ્તાનીઓએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી (કેનેડા સ્થિત આતંકવાદી) ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. કેનેડા સરકારના પ્રોત્સાહનથી ખાલીસ્તાની ત્રાસવાદીની હિમત વધી.આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ
(જુઓ પાના નં. ૮)
જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, ‘૧૬ અને ૧૭ નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.' કહેવામાં આવી રહ્યું છે કે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળો સામે હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.' પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક (રામ મંદિર) માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વિડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં -ાર્થના કરતા હોવાની તસવીરો પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે. ભાગેડુ પન્નુ, જે ભારતમાંથી ફરાર છે, તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું ચાલુ રાખે છે.
એવું નથી કે પન્નુએ પહેલીવાર ભારત સામે કોઈ ધમકી આપી હોય. આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભારતને ધમકી આપી હતી અને વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે શીખ રમખાણોના ૪૦ વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ ૧ થી ૧૯ નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરે.
ગુરપતવંત સિંહ પન્નુ. પંજાબમાં જન્મ. મારો અભ્યાસ પણ અહીંથી જ કર્યો. હાલમાં વિદેશમાં છે. કયારેક તે કેનેડામાં રહે છે તો કયારેક અમેરિકામાં. તેની પાસે આ બંને દેશોની નાગરિકતા છે. ભારતમાં બહારથી આતંકવાદી હુમલા કરવાની ધમકી આપે છે. એક ભારતીય ડોઝિયર અનુસાર, ૧૯૪૭માં ભાગલા પછી પન્નુનો પરિવાર પાકિસ્તાનથી અમળતસરના ખાનકોટ ગામમાં આવ્યો હતો. પન્નુનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ થયો હતો. પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા મળત્યુ પામ્યા છે. પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. પન્નુએ ૨૦૦૭માં ‘શીખ ફોર જસ્ટિસ' નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ ૨૦૨૦માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે.(
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
