<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન, બિહાર સહિતના રાજયોમાં હવે ઠંડા પવન ફૂંકાશે

હવે ધીમે-ધીમે ઠંડીની અસર વર્તાવા લાગશેઃ મહતમ તાપમાન પણ નીચે જશે

નવી દિલ્‍હી તા. ૧૧: દેશના મોટા ભાગના વિસ્‍તારોમાં હજુ ઠંડીનો પ્રકોપ પડ્‍યો નથી. જોકે સવારે અને રાત્રે હળવી ઠંડી ચોક્કસ અનુભવાય છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર દિલ્‍હી, પંજાબ, હરિયાણા, મધ્‍યઙ્ઘદેશ અને રાજસ્‍થાનના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં એટલે કે ૧૫ નવેમ્‍બર પછી દેશના મેદાની વિસ્‍તારોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે અને ઠંડી દસ્‍તક આપશે. ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન અને બિહારના કેટલાક સ્‍થળોએ ઠંડા પવનો ફૂંકાવા લાગ્‍યા છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી રહ્યું અને સારા એવા પ્રમાણમાં વરસાદ પણ વરસ્‍યો છે. જો કે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન છતાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી. અત્‍યારે ગુજરાતમાં દિવસભર આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક ભાગોમાં મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

દિલ્‍હી એનસીઆરમાં ધીમે ધીમે શિયાળો બેસી રહ્યો છે. રાત્રિના સમયે તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્‍યો છે પરંતુ હજુ સુધી તીવ્ર ઠંડી જોવા મળી નથી. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર રાજ્‍યમાં આજે એટલે કે ૧૧ નવેમ્‍બરે હવામાન ચોખ્‍ખું રહેવાની સંભાવના છે. જો કે, સવારે અને રાત્રે ધુમ્‍મસના કારણે સમસ્‍યા આવી શકે છે. સોમવારે દિલ્‍હીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહી શકે છે. બપોર બાદ હવામાન સાફ થઈ જશે પરંતુ પ્રદૂષણને કારણે સવારે ધુમ્‍મસ ચાલુ રહેશે.

ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે તાપમાન?

નવેમ્‍બર મહિનાની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીએ જોર પકડ્‍યું છે. રાજ્‍યમાં ટૂંક સમયમાં ઠંડી જોવા મળી શકે છે. હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી દિવસોમાં રાજ્‍યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધે તેવી શકયતા છે. પヘમિ અને પહાડી વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ગંગાના કિનારે આવેલા વિસ્‍તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી શકે છે. રાજ્‍યમાં રાત્રે થોડી ઠંડી પડે છે. આજે હવામાન ચોખ્‍ખું રહેવાની ધારણા છે.

મધ્‍યપ્રદેશનું હવામાન

મધ્‍યપ્રદેશમાં પણ ટૂંક સમયમાં હવામાનમાં પલટો આવવાનો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કોલ્‍ડવેવને કારણે ૧૫ નવેમ્‍બર પછી રાજ્‍યમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય નવેમ્‍બરના અંતિમ સપ્તાહમાં ગ્‍વાલિયર અને ચંબલ ડિવિઝનમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ થઈ શકે છે. 

 

(3:30 PM IST)