<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

અજાણ્યા છોકરા સાથે બાઈક પર બેસીને આવી બહેન તો ભાઈનો પિત્તો ગયો

એક જ ઝાટકે પતાવી દીધીઃઆરોપી અને તેની નાના બહેન સાથે બોલાચાલી થઈ ગઈ : ત્યાર બાદ તેણે બહેન પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો

જબલપુર, તા.૧૧

મધ્ય પ્રદેશના જબલપુરમાંથી સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. કટંગી વિસ્તારમાં એક અપચારી બાળકે પોતાની નાની બહેન પર ધારદાર હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાએ આખા જિલ્લામાં સનસની ફેલાવી દીધી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ભાઈ ઘરેથી ભાગી ગયો હતો. જાણકારી અનુસાર, ૧૫ વર્ષના કિશોરે પોતાની ૧૩ વર્ષની બહેનને ફક્ત એટલા માટે મોતને ઘાટ ઉતારી દીધી કેમ કે તે કોઈ અન્ય યુવક સાથે બાઇકમાં બેસીને ઘરે આવી હતી.

આરોપીની માતાએ જણાવ્યું કે, તે જબલપુરમાં રહે છે. તેમની દીકરી એક દિવસ પહેલા જબલપુરથી કોઈની સાથે કટંગી ગઈ હતી. સવારે તેમને દીકરાએ તેમની દીકરીની હત્યા કરી હોવાની વાત મળી. કહેવાય છે કે આરોપી અને મૃતકના ચાર ભાઈ-બહેન છે, જેમાંથી આરોપી કિશોર બીજા નંબરનું સંતાન છે. તેની મોટી બહેનના લગ્ન થઈ ચુક્યા છે અને નાની બહેન ૧૩ વર્ષની હતી, જેની હત્યા થઈ ગઈ. તેમના એક સૌથી નાનો ભાઈ પણ છે.

સવાર-સવારમાં આરોપી અને તેની નાના બહેન સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યાર બાદ તેણે બહેન પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. આ ઘટનામાં પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી પણ સામે આવી છે. જાણકારી અનુસાર, જ્યારે આ ઘટના થઈ બાદમાં સગીર છોકરીની ચીસો સાંભળી પાડોશી દોડી આવ્યા, તેમણે પોલીસ અને ૧૦૮ ને સૂચના આપી, પણ કોઈ આવ્યું નહીં. જ્યારે ઘટના કટંગીના વોર્ડ ૬ માં થઈ હતી, અહીંથી પોલીસ સ્ટેશન થોડે દૂર જ છે.

(8:06 PM IST)